Not Set/ સુરત/ કિન્નર સમાજમાં ભળેલા કલ્પેશે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરતમાં એક કિન્નરના આપઘાત કરી લેતા સમગ્ર કિન્નર સમાજ સહિત પરિવારમાં શોક છવાયી ગયો છે. આશરે દોઢેક વર્ષ પહેલા કિન્નર સમાજમાં ભળી ગયેલો કલ્પેશ ઉર્ફે કલ્પના બાય દોલતભાઈ પરમાર (18 વર્ષ)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર વેસુ એસએમસી આવાસમાં રહેતા વ્યંઢળે બુધવારની સાંજે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો […]

Gujarat Surat
pjimage 7 9 સુરત/ કિન્નર સમાજમાં ભળેલા કલ્પેશે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરતમાં એક કિન્નરના આપઘાત કરી લેતા સમગ્ર કિન્નર સમાજ સહિત પરિવારમાં શોક છવાયી ગયો છે. આશરે દોઢેક વર્ષ પહેલા કિન્નર સમાજમાં ભળી ગયેલો કલ્પેશ ઉર્ફે કલ્પના બાય દોલતભાઈ પરમાર (18 વર્ષ)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર વેસુ એસએમસી આવાસમાં રહેતા વ્યંઢળે બુધવારની સાંજે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જો કે આ કિન્નરે ક્યાં કારણોસર આપઘાત કર્યો એ હજુ જાણી શકાયું નથી.

આ મામલે કિન્નરની માતા મંજુબેનએ જણાવ્યું હતું કે,  તેમને 4 સંતાન છે અને કલ્પેશ બીજા નંબરનો બાળક છે. અને તેને 9 માં ઘોરણ સુધી અભ્યાસ કર્યો હતો. કલ્પેશ દોઢેક વર્ષ પહેલા તે કિન્નર સમાજમાં જઈને ભળી ગયો હતો અને દર રવિવારે ટે મને મળવા આવતો હતો. કલ્પેશ બુધવારે તેના મોટા ભાઈની દીકરીને કપડા આપવા આવ્યો હતો. કલ્પેશે તેના મોટા ભાઈ ઉંધમાં હતા ત્યારે ઘરની અંદર જઈને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.