અનેક પ્રતિબંધો છતાય રાજ્યમાં માદક પ્રદાર્થોના વેચાણ અને ઘુસણખોરીમાં સતત વધારો જોવા મળી રહ્યોછે. ગુજરાત હવે ઉડતા પંજાબના પંથે પ્રયાણ કરવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે ગુજરાત ATS સતત આવા ઘુસણખોરો ઉપર બાજ નજર રાખીને બેઠું છે. અને છેલ્લા ત્રણ વર્ષ દરમિયમ અધધધ કહી શકાય તેવી માત્રામાં માદક દ્રવ્યોજો જથ્થો ગુજરાતમાં થી ઝડપી પડ્યો છે.
હાલમાં જ ગુજરાતના પોરબંદર ખાતેના દરિયામાંથી મોટી માત્રામાં ડ્રગનો જથ્થો ઝડપી પાડવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. જેમાં પાકિસ્તાની તથા ઈરાની ડ્રગ માફિયાઓ અવાર નવાર ભારત અને ગુજરાતમાં વિવિધ માધ્યમો દ્વારા પ્રતિબંધિત ડ્રગ ની ઘુસણ ખોરી કરતા હોય છે. જેમાં ઈરાની ડ્રગ માફિયા ઈમામ બક્ષ તથા ખાન સાબ અને પાકિસ્તાની ડ્રગ પાકિસ્તાની ડ્રગ માફિયા ગુલામ વગેરે ભેગા મળી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હિરોઈન નો જથ્થો શ્રીલંકા ખાતે ડીલેવરી કરવાના હતા.
જે માટે ઈરાનના કોનાર્ક પોર્ટથી ઇમામ બક્ષે તેની માલિકીની જુમ્મા નામની ફિશિંગ બોટ રવાના કરી હતી અને જેમાં પાકિસ્તાનની દરિયાઇ સીમામાં પાકિસ્તાનના ગુલામ દ્વારા પ્રતિબંધિત હિરોઈન નો જથ્થો ચઢાવવામાં આવ્યો હતો. જે બોટના ક્રૂ મેમ્બરને તેના માલિક દ્વારા થુંરાયા સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા હતા અને ચેનલ નંબર ૬૨ પર સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. અને શ્રીલંકા સાઈડ જવા રવાના કરવામાં આવ્યા હતા.
જોકે બાદમાં ફોન મારફતે બોટના માલિક દ્વારા ક્રૂ મેમ્બરોને શ્રીલંકા નહી જવા અને આ પ્રતિબંધિત હિરોઈન ભારતના પંજાબમાં આપવાનો છે તેમ્જનાવ્યું હતું. અને ગુજરાત અથવા મહારાષ્ટ્ર દરિયાઈ માર્કેટમાં ડીલેવરી કરવાની વ્યવસ્થા કરેલ છે તેમ જણાવ્યું હતું. અને વ્યવસ્થા થાય ત્યાં સુધી દરિયાની સીમા રોકાવા જણાવ્યું હતું.
જોકે ડ્રગ માફિયાઓના મનસુબા પાર પડે તે પહેલા જ ATS ટીમને ડ્રગની ગંધ આવી ગઈ હતી. અને પોરબંદર પોસ્ટ કાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી ભારતની IMBL માં પોરબંદર ની પશ્ચિમે ઈરાની જુમ્મા બોટને આંતરી બોટમાં રહેલા સાત ઈસમો અને તેમના કબજામાં રહેલું 30 કિલો ગ્રામ જેટલો હિરોઈન નો જથ્થો આશરે રૂ. ૧૫૦ કરોડની કિંમતનો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ પણ આ જુમ્મા બોટ અને તેના માલિકે અન્ય ડ્રગ માફિયાઓ દ્વારા યમન તાન્જાનીયા, ઝાંઝીબાર વગેરે દેશોમાં ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે ગુજરાત ATS દ્વારા ઓગસ્ટ 2018 થી સપ્ટેમ્બર 2021 દરમિયાન વિવિધ ઓપરેશન પાર પાડી દરિયાઈ માર્ગે થતી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અટકાવી આશરે ૭૦૦ કિલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે જેની બજાર કિંમત આશરે 3૫૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે અને આ તમામ ઘટનાઓની અંદર પાકિસ્તાન ઈરાન તથા અફઘાનિસ્તાની ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે તો સાથે તેમની મદદ કરતાં ભારતીય ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.