Not Set/ ચીની યુવતીએ કચ્છમાં લીધી કોરોના વેક્સીન

અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેક્સીનની પ્રથમ રસી લીધી હતી. તેણે પોતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી લેવા સીએચસી સેન્ટર પહોંચી હતી.

Top Stories Gujarat Others
મેઘપર બોરીચી સીએચસી ચીની યુવતીએ કચ્છમાં લીધી કોરોના વેક્સીન

વિશ્વભરમાં કોરોનાની ઉત્પત્તિ માટે વગોવાઈ ચૂકેલા ચીનના નાગરિકે ભારતમાં આવી કોરોનની રસી લીધી છે. એક ચીની યુવતીએ ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના અંજાર ખાતે કોરોનાની રસી મુકાવી છે. અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેકસીનની પ્રથમ રસી લીધી હતી.

ભારતીય વેક્સીનને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. અન્ય દેશોમાં પણ ભારતીય કોરોના વેક્સીનને માન્યતા મળી છે અને તેની ડિમાન્ડ વધી છે. આવામાં અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેક્સીનની પ્રથમ રસી લીધી હતી. તેણે પોતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી લેવા સીએચસી સેન્ટર પહોંચી હતી.

36 વર્ષીય રાઉન યાનલી નામની ચીનની યુવતી હાલ કચ્છમાં ફરવા આવી છે. તે રિપબ્લિક ઓફ ચાઈનાની હેનાન પ્રાંતની વતની છે. ત્યારે આ ચાઈનીઝ યુવતીએ પોતાની રીતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ભારતીય વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે.

દુનિયાભરમાં કરોના વાયરસે તબાહી બોલાવી દીધી  છે. હાલમાં પણ વિશ્વના અનેક દેશ કોરોનના કહેરથી પીડાઈ રહ્યા છે. ત્યારે વિશ્વ આખામાં સૌ પ્રથમ કોરોના કેસ ચીનમાં સામે આવ્યા હતા. ત્યાર બાદ વિશ્વ આખામાં આ વાઇરસે કોહરામ મચાવ્યો છે.

સરકારી કર્મચારી આનંદો..! / નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે : PMની આર્થિક સલાહકાર સમિતિનો પ્રસ્તાવ

સેનાપતિ વિનાની સેના..! / અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની 8 સામાન્ય સભા પછી પણ વિપક્ષના નેતા નહીં

ગુજરાત / ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, આ તારીખે લેવાશે પરીક્ષા