ગુજરાત/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, આ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાજાહેર કરાયા મુજબ હવે બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી 13 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજવામાં આવશે.

Gujarat Others
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

 

  • સચિવાલય ક્લાર્કની પરીક્ષાની જાહેરાત
  • કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા
  • 13 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાશે પરીક્ષા
  • કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષા

ગુજરાત રાજયના અનેક વિધાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈને બેઠા હતા તે ગુજરાત રાજય ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની આજ રોજ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) એ ઑફિસ આસિસ્ટન્ટ અને બિન સચિવાલય ક્લાર્ક (વર્ગ-3) ની ભરતી 2018-19ની પોસ્ટ માટે પરીક્ષા તારીખ સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા 13/02/2022 ના રોજ સુનિશ્ચિત થયેલા છે. ઉમેદવારો પરીક્ષાની તારીખથી 10 દિવસ પહેલા તેમનો કોલ લેટર ડાઉનલોડ  કરવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા 12 ઓક્ટોબર 2018ના રોજ લેવામાનું નક્કી થયું હતું. પરંતુ કેટલાક કારણોસર પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. અને પછી કોરોનાને કારણે પાછી ઠેલાયેલી પરીક્ષા હવે આગામી 13 ફેબ્રુઆરીએ લેવાશે .

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાજાહેર કરાયા મુજબ હવે બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી 13 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન અસિત વોરા ના જણાવ્યા અનુસાર, લાંબા સમય પહેલા મોકૂફ રાખવામા આવેલી આ પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે વિધાર્થીઓને આ પરિક્ષાની તૈયારી માટે ત્રણ મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે.

 

મોટું એલાન / પંજાબમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દર મહિને મહિલાઓને મળશે 1000 રૂપિયા..

Stock Market / ભારતીય શેરબજારમાં બ્લડ બાથ, સેન્સેક્સમાં 1,170 પોઈન્ટનો કડાકો