Banaskantha News : બનાસકાંઠાના ભાભરમાં દારૂના જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે ભાભરમાં રાધનપુર હાઈવે પર તાલુકા પંચાયત રોડ પાસે દરોડો પાડ્યો હતો. જેમાં ટ્રકમાંથી રૂ.17,05,025ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ, રોકડ રકમ અને ટ્રક મળીને કુલ રૂ. 32,84,979નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે રાજસ્થાનના મનોહરસિંહ મોહનલાલ લોલ(બિશ્નોઈ)ની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મોકલનારા , પંજાબથી દારૂનો જથ્થો ભરી આપનારા અને રાજકોટના ઉપલેટામાં દારૂ માંગાવનારા કુલ ત્રણ શખ્સોની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:કેન્સર, ડાયાબિટીસ સહિતની આ ગંભીર બીમારીઓની દવાઓની કિંમતમાં થશે વધારો
આ પણ વાંચો:મોંઢાનું કેન્સર થવાનું કારણ આવ્યું સામે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
આ પણ વાંચો:હોંગકોંગનો કેન્સર મટાડતા CAR-T ઈન્જેક્શન અંગે મોટો દાવો જાણો, ઇન્જેક્શનની સ્થિતિ શું છે?
