Gir Somnath News/ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ કરતાં શિક્ષણ મંત્રી

યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત બે પુસ્તકો ‘સંસ્કૃતેવૃત્યવસરા:’ અને ‘શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ’નું વિમોચન કરતા શિક્ષણ મંત્રી

Gujarat

Gir Somnath News : શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યો હતો.શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આપણાં વેદ, પુરાણ ઉપનિષદોમાં સમાજ જીવનને દર્શિત કરતા જ્ઞાનનો ભંડાર ભરેલો છે. આ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે ત્યારે તેને તેમાંથી બહાર લાવી લોકભોગ્ય બનાવવાની જરૂરિયાત છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે ઇઝરાયેલની હિબ્રુભાષા વિલુપ્તપ્રાય હતી, પરંતુ તેને બચાવવા માટેના પ્રયત્નો થવાથી આજે તે બચી શકે છે અને મોટા પ્રમાણમાં વિકસિત થઈ શકે છે. તેની સામે આપણી પાસે સંસ્કૃતિના જ્ઞાતાઓના વટવૃક્ષો છે, ત્યારે તેમનો લાભ લઈને આ સંસ્કૃતિમાં આરોપિત થયેલાં જ્ઞાનને આધારે સમાજને પ્રકાશિત કરવાની જરૂર છે.

શિક્ષણથી માંડીને ધન્વંતરીના આરોગ્ય સુધીના જ્ઞાનને સંસ્કૃત ગ્રંથોમાં સમાહિત કરવામાં આવેલું છે, ત્યારે આજે સંસ્કૃત શીખવાની જરૂર છે. સંસ્કૃત એ ટકાવારીનો વિષય નહીં, પરંતુ શીખવાનો વિષય બનવું જોઈએ. રાજ્ય સરકાર આ માટેની તમામ મદદ કરવા તૈયાર છે, તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.સામાન્ય રીતે અંગ્રેજી બોલતો વ્યક્તિ આપણને વિદ્વાન લાગે, પરંતુ એક સમય આપણે એવો લાવવો છે કે, જ્યારે સંસ્કૃત બોલનાર વ્યક્તિ સામે સામેની વ્યક્તિ અહોભાવથી જૂએ તેવા સમાજનું આપણે નિર્માણ કરવું છે.

સંસ્કૃતના પુનઃ જાગરણની નેમ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃતને માહિતી આધારિત નહીં, પરંતુ જ્ઞાનસભર અને સમાજ ઉપયોગી બનાવવું છે.સોમનાથ ખાતે સને ૧૯૫૧-૫૨ માં સોમનાથ ટ્રસ્ટની રચના સાથે આ જ ક્ષેત્રમાં સંસ્કૃતના પ્રચાર-પ્રચારનું કેન્દ્ર બને તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.તેને વાસ્તવમાં સાકાર કરતા વર્ષ ૨૦૦૫-૦૬ માં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી રહેતાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી બનાવીને આ સંકલ્પને સાકાર કર્યો હતો.

સંસ્કૃત અને સંસ્કૃતિ એક લીટીમાં વણાયેલું છે, સંસ્કૃતને ફક્ત જ્ઞાન આધારિત નહીં, પરંતુ તેના આધારે અર્થોપાર્જન કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ આપણે આગળ વધવું છે.મંત્રીએ પુષ્પક વિમાનની વાત તેમજ નાસા દ્વારા ગ્રહો-નક્ષત્રોને આધારે ભગવાન શ્રી રામના જન્મદિવસ તેમજ ભૂતકાળનો સમય નક્કી કરતા હોય તેવાં સમયે આપણી પાસે આ બધું જ્ઞાન વર્ષોથી આપણા સંસ્કૃત સાહિત્યમાં ધરબાયેલું પડેલું છે. કેવળ તેને ફંફોશીને સમાજ ઉપયોગી બનાવવાની જરૂર છે તેમ જણાવ્યું હતું.

સંસ્કૃતની મહત્વના વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જર્મનીમાં પણ સંસ્કૃત વંચાય છે. ૨૦૦ જેટલી કોલેજોમાં સંસ્કૃત વિભાગ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપણી પુરાતન સંસ્કૃતિ ભાષાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે, તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિએ સ્વાગત પ્રવચન કરતાં યુનિવર્સિટીએ આટલા વર્ષોમાં મેળવી સિદ્ધિઓની વાત કરી હતી. યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ શ્રી ડૉ. લલિતકુમાર પટેલે આભાર વિધિ કરી હતી.

આ અવસરે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત બે પુસ્તકો ‘સંસ્કૃતેવૃત્યવસરા:’ અને ‘શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ’નું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.આ શિલાન્યાસ પ્રસંગે ધારાસભ્ય = ભગવાનભાઈ બારડ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ  પલ્લવી બહેન જાની, અગ્રણી સર્વ ઝવેરીભાઈ ઠકરાર, ડૉ. સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહભાઈ પરમાર સહિતના અગ્રણીઓ, યુનિવર્સિટીના ડીન, પ્રાધ્યાપકઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્સર, ડાયાબિટીસ સહિતની આ ગંભીર બીમારીઓની દવાઓની કિંમતમાં થશે વધારો

આ પણ વાંચો:મોંઢાનું કેન્સર થવાનું કારણ આવ્યું સામે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

આ પણ વાંચો:હોંગકોંગનો કેન્સર મટાડતા CAR-T ઈન્જેક્શન અંગે મોટો દાવો જાણો, ઇન્જેક્શનની સ્થિતિ શું છે?