Arvalli news/ અરવલ્લી જિલ્લામાં સાત સરકારી પ્રાથમિક શાળા બંધ કરાશે

ગુજરાતની સરકારે તેની સ્કૂલ શિક્ષણનું ખાનગીકરણ કરવાની નીતિ મુજબ આગળ વધતાં વધુ સાત સરકારી શાળોને તાળા લગાવવાનો નિર્ણય લીધો છે. આ વખતે અરવલ્લી જિલ્લાની સાત પ્રાથમિક શાળાઓને તાળા લગાવવામાં આવશે. આ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને બીજે મોકલાશે.

Gujarat Gandhinagar Others Breaking News

Gandhinagar News: ગુજરાતની સરકારે તેની સ્કૂલ શિક્ષણનું ખાનગીકરણ કરવાની નીતિ મુજબ આગળ વધતાં વધુ સાત સરકારી શાળોને તાળા લગાવવાનો નિર્ણય લીધો છે. આ વખતે અરવલ્લી જિલ્લાની સાત પ્રાથમિક શાળાઓને તાળા લગાવવામાં આવશે. આ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને બીજે મોકલાશે. બીજા શબ્દોમાં કહીએ કે આદિવાસી બાળકો હવે આદિવાસી જ રહે તેની તજવીજ સરકારે કરી દીધી છે. આ લોકો શિક્ષણ માટે બીજી જગ્યાએ જઈ જ નહી શકે, પણ સરકારને આદિવાસી વિસ્તારની તેટલી જમીન મળી જશે.

સરકાર આ પ્રકારની શાળાઓ બંધ કરવા માટે ગુજરાતના શિક્ષણ વિભાગના 26-10-2020ના ઠરાવ હેઠળ ધોરણ 6,7,8માં 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓના વર્ગોને બંધ કરવાની પણ જોગવાઈ કરાઈ હતી તેનો આશરો લીધો છે. ત્યારે આ અલગ અલગ જોગવાઈઓ પ્રાથમિક શિક્ષણ સેટઅપ રજિસ્ટાર 2023-24 હેઠળ અરવલ્લી જિલ્લામાં 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ બંધ કરવા અને બે શાળામાં કેટલાક વર્ગો બંધ કરવા જિલ્લા શિક્ષણ સમિતિએ નિર્ણય કર્યો છે.

શિક્ષકોને અન્ય શાળામાં બદલાશે
જિલ્લામાં 7 શાળાઓ કાયમી ધોરણે બંધ થશે અને બે શાળાઓના 7 વર્ગો બંધ કરવામાં આવશે. આ શાળાઓમાં અભ્યાસ કરતા 75 બાળકોને નવી શાળામાં જવાનો વારો આવશે. જ્યારે બંધ થનાર શાળાના શિક્ષકોને જ્યાં ઘટ હોય તેવી શાળાઓમાં સેવા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાઓને તાળાં
રાજ્યમાં સ્કીલ ઈન્ડિયા, ભણશે ગુજરાત અંતર્ગત આધુનિક શિક્ષણની વાતો ચાલે છે, તે વચ્ચે અરવલ્લી જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળાં લાગશે. DPEOની મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 20થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળા બંધ કરવામા આવી છે. ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપાની પ્રાથમિક શાળા બંધ થશે. મોડાસાના સાકરીયા કંપા, કરશનપુરા કંપા, મુન્શીવાડાની શાળાના ધો 1થી 5 વર્ગ બંધ થશે.

એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો આપતા હતા 
રાજ્યના બાયડ તાલુકાના બાદરપુરા,વટવટીયાની શાળાઓ બંધ થશે. માલપુરના પીપલાણા અને ધનસુરાની હમીરપુર 6 થી 7 શાળા બંધ થશે.જોકે મોડાસા તાલુકાના મુન્શીવાડા શાળામાં 1થી 5 ધોરણમાં માત્ર એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો જ શિક્ષણ આપતા હતા. ઉલ્લેખનીય છે કે ઓછા વિદ્યાર્થીઓના કારણે શાળા બંધ કરવાથી બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર પહોચશે. રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી શાળા, કોલેજ કે યુનિવર્સિટી ગુજરાત સરકાર શરૂ કરી શકતી નથી,તેવી વિરોધ પક્ષની કાયમી ફરિયાદ રહી છે. બાળકોને પાયાનું શિક્ષણ ફરજિયતા મળી રહે તે માટે સરકારની જ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવવામાં આવ્યો હતો, અને મુંબઈ પ્રાથમિક શાળા નિયમો 1949ના નિયમ 32 હેઠળ ઓછોમાં ઓછા 10 વિદ્યાર્થી હોય ત્યાં પ્રાથમિક શાળાઓ નિભાવવાની જોગવાઈ લાગુ પડાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત