@સાગર સંઘાણી
Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ રોડ પર એક બોલેરોના ચાલકે પોતાના વાહનમાં ગેરકાયદે રીતે લોકોને જીવના જોખમે લટકતા રાખી ને મુસાફરી કરાવી હતી, તે ચાલુ વાહનના અલગ અલગ બે વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા હતા. જે બન્ને વીડિયોની જામનગરની ટ્રાફિક શાખાએ તપાસ અને ખરાઈ કર્યા પછી બોલેરો ચાલકને શોધી કાઢ્યો હતો, અને તેની સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરની ટ્રાફિક શાખાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી મળી હતી કે જામનગરના જુદા-જુદા બે ખાનગી ન્યૂઝ ઓપરેટરો દ્વારા ન્યુઝ ચેનલ મારફતે વીડિયો જારી કરાયા હતા. જેના ભાગ રૂપે ગઈ તા.29/06/2024ના રોજ એક મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાં બેફિકરાઇથી અને ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે આશરે 15 જેટલા પેસેન્જરો વાહનમાં બેસાડેલા હોય, જેમાંથી કેટલાક પેસેજરોને પાછળના ભાગે ઉભા રાખીને તેનો ચાલક ઉપરોક્ત વાહન લઇને કાલાવાડ ગ્રામ્ય પોસ્ટે વિસ્તારના વરૂડીમાતાના મંદીરના પાટીયા પાસેથી પસાર થતો દેખાયો હતો.

જે વીડિયોની તપાસ પીએસઆઇ બી.જે.તીરકરે કરી હતી, જે વીડિયોનું ટેકનીકલ એનાલીસીસ કરી વાહનનો નંબર મેળવી વાહન નંબરની માહિતીના આધારે વાહન ચાલકની જાણકારી મેળવી તેનો સંપર્ક કરી પુછપરછ કરતાં વીડિયો સાચો હોવાનું જણાઇ આવ્યું હતું.જે મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન ના રજી નં જી.જે-13- એ.ડબલ્યુ.-0971 ચલાવતા વાહન ચાલકની સામે કાલવાડ ગ્રામ્ય પોસ્ટ મથકમાં બી.એન.એસ. -કલમ-281 તથા એમ.વી.એક્ટ કલમ -177,184 મુજબનો ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
