Gujarat Weather/ Gujarat Rain Live 8 July: IMDએ આપ્યું હવામાનનું રેડ એલર્ટ

રાજ્યનાં જુદા જુદા જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે……..

Top Stories Gujarat Trending Breaking News

IMDની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  ગુજરાતમાં 8 અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 45 થી 55 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાશે.  રાજ્ય મધ્ય ગુજરાત સ્લોનકોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. દાહોદ,છોટાઉદેપુર,નર્મદા, નવસારી, વલસાડ, તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

વરસાદને લઈ હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

દાહોદમાં વરસાદ
<

દાહોદમાં લીમડીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. વરસાદના પગલે રોડ ઉપર પાણી ફરી વળ્યાં છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

બનાસકાંઠામાં વરસાદ

પાલનપુરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

રાજકોટમાં વરસાદ

રાજકોટના જસદણમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. 5 દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. વરસાદ વરસતા રસ્તા પર પાણી વહી નીકળ્યા છે.

અરવલ્લીમાં ધોધમાર વરસાદ

લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદ પડ્યો છે. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વહેલી સવારથી મુશળધાર વરસાદ ખાબક્યો છે. માલપુર તાલુકામાં રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. મોરડુંગરી, ભેમપુર, રુઘનાથ પુર, અંબાવા, કોયલીયા, સોનિકપુરમાં વરસાદ પડ્યો છે. મગફળી ,કપાસ, સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને