Ahmedabad News/ પ્રેમ પ્રકરણનો કરૂણ અંત! અમદાવાદમાં પ્રેમીના ત્રાસથી હોટલની વેઈટર યુવતીએ જીવન ટૂંકાવ્યું

SG Highway Hotel Waitress Suicide Case: અમદાવાદના થલતેજ (Thaltej) માં એસજી હાઈવેની જાણીતી હોટલમાં કામ કરતી યુવતીએ આપઘાત કર્યો. મોબાઈલ ચેટમાં પ્રેમી અસદઅલી શેખના ત્રાસના પુરાવા મળ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ: Thaltejમાં પ્રેમીના ત્રાસથી હોટલની વેઈટર યુવતીએ કર્યો આપઘાત

Ahmedabad Thaltej Girl Suicide: અમદાવાદમાં એસ.જી. હાઈવે જેવી પોશ જગ્યાએ આવેલી જાણીતી હોટલમાં વેઈટર તરીકે કામ કરતી એક યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. થલતેજમાં ભાડાના મકાનમાં રહેતી પશ્ચિમ બંગાળની આ યુવતીએ પોતાના જ સહકર્મચારી અને પ્રેમીના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ: Thaltejમાં પ્રેમીના ત્રાસથી હોટલની વેઈટર યુવતીએ કર્યો આપઘાત

મોબાઈલ ચેટમાં છુપાયેલું હતું મોતનું કારણ

ઘટનાની જાણ થતા જ મૃતક યુવતીના પરિવારજનો કચ્છના ગાંધીધામથી અમદાવાદ દોડી આવ્યા હતા. યુવતીના ભાઈએ જ્યારે તેની બહેનનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો. WhatsApp ચેટમાં તેના પ્રેમી અસદઅલી શેખ દ્વારા આપવામાં આવતો માનસિક અને શારીરિક ત્રાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. બહેને સહન કરેલી પીડા અને ત્રાસના પુરાવા મોબાઈલમાં જોઈ પરિવાર પડી ભાંગ્યો હતો.

કોણ છે આરોપી અસદઅલી?

મૃતક યુવતી એસ.જી. હાઈવે પર રાજપથ ક્લબ પાસેની એક પ્રખ્યાત હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતી હતી. તેની સાથે જ હોટલમાં કામ કરતા અસદઅલી શેખ નામના યુવક સાથે તે પ્રેમ સંબંધમાં હતી. જોકે, આ પ્રેમ સંબંધ તેને મોતના દ્વાર સુધી દોરી ગયો. અસદઅલી તેને સતત માનસિક રીતે ટોર્ચર કરતો હતો, જેનાથી કંટાળીને યુવતીએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

Thaltej પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

બોડકદેવ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ અને મોબાઈલ ચેટના પુરાવાને આધારે આરોપી અસદઅલી શેખ સામે આપઘાત માટે મજબૂર કરવા (દુષ્પ્રેરણ) નો ગુનો દાખલ કર્યો છે. પોલીસે યુવતીનો મોબાઈલ કબજે કરી ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલ્યો છે. પોલીસ અત્યારે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે.


આ પણ વાંચો :ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP રીમા ઝાલા પર ગંભીર આરોપ

આ પણ વાંચો : રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આપઘાત: રિક્ષાચાલકે ઝેરી દવા પી લેતા મોત, સુસાઈડ નોટમાં ગંભીર આક્ષેપ

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં NSS વિદ્યાર્થિનીનો આપઘાત, પોલીસ, FSL સહિતની ટીમો ઘટના સ્થળે