Rajkot News/ રાજકોટમાં કાયદો-વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો, ગાંધીગ્રામ પોલીસ મથક પર જાહેરમાં સોડા બોટલથી હુમલો

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક (Police station) બહાર બે બુકાનીધારી શખ્સોએ સોડા બોટલો વડે હુમલો કર્યો. ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં ઉંડી ઉતરી.

Top Stories Gujarat Rajkot
Police station

Rajkot News:રાજકોટ શહેરમાં તાજેતરના સમયમાં અપરાધની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક (Police station) પર જ સીધા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે.સૂત્રો અને સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, આજે 17 જાન્યુઆરીની વહેલી સવારે બે અજાણ્યા બુકાનીધારી (મોઢું ઢાંકેલા) શખ્સો પોલીસ મથકની બહાર આવ્યા અને તેમણે સોડા બોટલો વડે જાહેરમાં ઘા કર્યા.

 ગાંધીગ્રામ પોલીસ મથકમાં (Police station) તપાસ શરૂ

આ ઘટનાથી આસપાસ ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ હુમલો પોલીસ મથક (Police station)ની બહાર જ થયો હોવાથી, તેની તીવ્રતા અને બેફામતા વધુ ચર્ચામાં છે.આ ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ. ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

જોકે, મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સેજલબેન મેઘાણી હજુ સુધી મથક પહોંચ્યા નથી. તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.આ ઘટના રાજકોટમાં પોલીસની સુરક્ષા અને અધિકારીઓની હાજરી પર પણ સવાલ ઉભા કરે છે. પોલીસ (Police station)નું મુખ્ય કાર્ય નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનું હોય છે, પરંતુ જ્યારે પોલીસ મથક (Police station) પર જ આવી બેફામ હુમલાની ઘટના બને ત્યારે શહેરની લોકોમાં અસુરક્ષાની ભાવના વધે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો, બેંક ખાતા અને અન્ય માહિતી થઈ લીક

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ