Veraval News/ ભાજપના આગેવાને જ્યાં હિસાબ કરવો હોય ત્યાં કરે, હું તૈયાર છુઃ પુંજા વંશ

વેરાવળના સાંસદ રાજેશ ચુડાસમાએ લોકસભા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા પછી જણાવ્યું હતું કે મને જે નડ્યા છે હું તેને છોડવાનો નથી. તેમની ધમકી પર હવે કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે.

Gujarat Others

Veraval News: વેરાવળના સાંસદ રાજેશ ચુડાસમાએ લોકસભા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા પછી જણાવ્યું હતું કે મને જે નડ્યા છે હું તેને છોડવાનો નથી. તેમની ધમકી પર હવે કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા પુંજા વંશે આક્રમક પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના આગેવાનોએ ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ અને સમયે જ્યાં હિસાબ કરવો હોય તે નક્કી કરી, અમે સામસામે બેસીને હિસાબ કરવા તૈયાર છીએ. તેના પરથી કોણ ક્યાં છે તેની ખબર પડે.

જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા થોડા દિવસો પૂર્વે તાલાલા વિધાનસભા બેઠક પર યોજાયેલા પ્રાચી ખાતેના આભાર દર્શન કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટી હિસાબ કરે કે ના કરે મને જે ચૂંટણીમાં નડ્યા છે તેમને પાંચ વર્ષ નહીં મૂકું. ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાના આ ગર્ભિત ધમકીભર્યા નિવેદનના પગલે વિવાદ સર્જાયો હતો અને ચોતરફ ટીકા પણ થઈ હતી.

કોંગ્રેસ દ્વારા પરાજય પછી પણ કોંગી કાર્યકરોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે તાલાલા વિધાનસભા બેઠકના પ્રશ્નાવડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં કોંગી નેતા પુંજા વંશ આક્રમક અંદાજમાં તેનો જવાબ આપ્યો હતો. પુંજા વંશે જાહેર મંચ પરથી ભાજપ સાંસદના નિવેદનને વખોડતા ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ, સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો, સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા