સોમનાથ/ ત્રીવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થી વિસર્જનને લઈ વિવાદ, પુરોહિતોની આંદોલનની ચિમકી

દુર દુરથી મોટી સંખ્‍યામાં યાત્રીકો પોતાના સ્‍વજનોના અસ્‍થ‍િ પઘરાવવા અને પીંડદાન કરવા માટે સદીઓથી ત્રીવેણી સંગમ ઘાટએ આવે છે. જેથી તીર્થ પુરોહિતોએ પ્રતિબંઘ ફરમાવતા જાહેરનામાની અમલવારી અટકાવવાની માંગણી છે.

Top Stories Gujarat Others

સોમનાથ ત્રિવેણી સંગમ : સોમનાથની પવિત્ર ત્રીવેણી સંગમ ઘાટની નદીમાં અસ્‍થીઓના વિર્સજન સહિતની વસ્‍તુઓ પઘારવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ અમલમાં આવતા મામલો ગરમાયો છે. તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્‍ટની સીકયુરીટી સામ સામે આવી જતા ઉગ્ર બોલચાલી થતા વાતાવરણ તંગ બન્યું છે.

પવીત્ર શ્રાવણ માસના પ્રારંભે વિવાદ
અસ્‍થી વિર્સજન સહિતની વસ્‍તુઓ પઘારાવવા પર પ્રતિબંઘ
તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્‍ટ સીકયુરીટી સામ સામે
તીર્થ પુરોહિતોએ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્‍ચારી

પવીત્ર શ્રાવણ માસના પ્રારંભે જ સોમનાથ ત્રિવેણી સંગમ તિર્થમા વિવાદ સર્જાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સોમનાથ ટ્રસ્ટની દરખાસ્તના પગલે ત્રિવેણી સંગમ નદીમાં અસ્થિ વિસર્જન કે પિંડદાન સહિતની વસ્તુઓ પધરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઈ વર્ષોની પરંપરા અટકતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક તીર્થ પુરોહિતમાં રોષની લાગણી ફેલાય હતી. સોમનાથ ટ્રસ્ટના સુરક્ષા વિભાગ દ્વારા જાહેરનામાની અમલવારી સબબ તીર્થ પુરોહિતોને અટકાવતા મામલો ગરમાયો હતો.

દુર દુરથી મોટી સંખ્‍યામાં યાત્રીકો પોતાના સ્‍વજનોના અસ્‍થ‍િ પઘરાવવા અને પીંડદાન કરવા માટે સદીઓથી ત્રીવેણી સંગમ ઘાટએ આવે છે. જેથી તીર્થ પુરોહિતોએ પ્રતિબંઘ ફરમાવતા જાહેરનામાની અમલવારી અટકાવવાની માંગણી છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો ના છુટકે તીર્થ પુરોહિતો પરીવાર સાથે ત્રીવેણી સંગમના ઘાટ પર અનિશ્ચીત સમય માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્‍ચારી છે.

જાહેરનામા મુજબ હવેથી પવિત્ર ત્રીવેણી સંગમ ઘાટની નદીમાં નાળીયેર કે અસ્‍થ‍િઓનું વિર્સજન કરવા પર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે. લોકોની આસ્‍થા જળવાઇ રહે તે માટે ત્રીવેણી ઘાટ પર કુંડ મુકવામાં આવેલ છે. જેમાં લોકો અસ્‍થ‍િનું વિર્સજન કરે તેવી અપીલ છે. આ બઘુ ફકતને ફકત પવિત્ર ત્રીવેણી નદી વઘુ પ્રદુષીત ન બને તે માટે કરવામાં આવ્‍યુ છે.

હાલ તો પવિત્ર ત્રિવેણી સંગમ પર તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચેની મડાગાંઠના પગલે વિવાદ સર્જાયો છે. સોમનાથ ટ્રસ્‍ટએ એનજીટીની સુચનાથી ત્રીવેણી નદી વઘુ પ્રદુષીત ન થાય તે હેતુસર જાહેરનામુ અમલમાં લાવ્‍યુ હોવાનો ખુલાસો કર્યો..ત્યારે આગામી સમયમાં તીર્થ પુરોહિતોની અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે થયેલા વિવાદનો શું ઉકેલ આવશે તે જોવાનું રહ્યુ.

Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

ત્રીજી આંખથી નજર / EOS-3 સેટેલાઇટ લૉન્ચનું કાઉન્ટડાઉન, હવામાન સંબંધી પ્રવૃત્તિઓ સમજવામાં રહેશે સરળતા