New Delhi/ સુપ્રીમ કોર્ટમાં આજે કેસની સુનાવણીના આરંભે જ વિચિત્ર હરકતથી જજ થયા ગુસ્સે

સુપ્રીમ કોર્ટમાં આજે એક કેસની સુનાવણીના આરંભે જ એક શખ્સની વિચિત્ર હરકતથી  જજને ગુસ્સો આવ્યો અને એ વ્યક્તિને ઠપકો આપ્યો.

Top Stories India

Supreme Court News: સુપ્રીમ કોર્ટમાં આજે એક કેસની સુનાવણીમાં જજ ગુસ્સે થઈ ગયા. એક કેસની સુનાવણીના આરંભે જ એક શખ્સની વિચિત્ર હરકતથી  જજને ગુસ્સો આવ્યો અને એ વ્યક્તિને ઠપકો આપ્યો. કોર્ટમાં આજની સુનાવણીમાં જ્યારે એક વ્યક્તિ ફક્ત ‘બનિયાન’ પહેરીને કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યો. કોર્ટ-સંબંધિત મામલાઓ પર રિપોર્ટ કરતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર સોમવારે એક વ્યક્તિ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કોર્ટ 11માં જોડાયો હતો. ત્યારે આ વ્યક્તિએ બનિયાન પહેરી હતી. જજ જસ્ટિસ બી.વી. નાગરથના તે વ્યક્તિને જોતા જ તરત જ તે ગુસ્સે થઈ ગયા હતા. તેમણે તરત જ પૂછ્યું કે બનિયાનમાં દેખાતી આ વ્યક્તિ કોણ છે. આ પછી જસ્ટિસ દત્તાએ એમ પણ પૂછ્યું કે શું અંહી પાર્ટી ચાલે છે કે પછી તમે આવા જ છે?

જસ્ટિસ નાગરથ્નાનો ગુસ્સો અહીં જ ન અટક્યો, તેણે તરત જ કહ્યું કે તેને બહાર ફેંકી દો, તેને હટાવો. આ કેવી રીતે કરી શકાય? તેમણે કોર્ટ માસ્ટરને કહ્યું કે કૃપા કરીને તેને દૂર કરો.

વકીલ પર પણ થયા લાલઘૂમ

જોકે, સુપ્રીમ કોર્ટમાં આ પહેલો મામલો નથી જ્યારે ન્યાયાધીશોએ કોઈના કપડા પર નારાજગી દર્શાવી હોય. આ પહેલા વર્ષ 2020માં પણ એક વકીલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શર્ટ વગર કોર્ટમાં સુનાવણીમાં ભાગ લીધો હતો. આ જોઈને જજ ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ જસ્ટિસ એલ નાગેશ્વર અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ કેવું વર્તન છે? વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરાયાને સાતથી આઠ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ પણ આવી ઘટનાઓ બની રહી છે. નોંધનીય છે કે વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે કોર્ટની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. લાંબા સમયથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘NDAને 400 બેઠકો મળી હોત કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બન્યો હોત’ શિવસેના સાંસદ પ્રતાપરાવ

આ પણ વાંચો: પીએમ મોદી આવતીકાલે રશિયા જવા રવાના થશે

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવના મંત્રીમંડળનું કરાયું વિસ્તરણ, ઓબીસી સમુદાયના નેતા રામનિવાસ રાવતે લીધા શપથ