Loksabha Election 2024/ ‘NDAને 400 બેઠકો મળી હોત કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બન્યો હોત’ શિવસેના સાંસદ પ્રતાપરાવ

કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ પ્રતાપરાવ જાધવે કહ્યું છે કે જો એનડીએ લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતી હોત તો કાશ્મીર (PoK)ને ભારતમાં સામેલ કરવું શક્ય બન્યું હોત.

Top Stories India
Cricket Tutorials YouTube Thumbnail 76 'NDAને 400 બેઠકો મળી હોત કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બન્યો હોત' શિવસેના સાંસદ પ્રતાપરાવ

Shiv Sena MP Prataparao: કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ પ્રતાપરાવ જાધવે કહ્યું છે કે જો એનડીએ લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતી હોત તો કાશ્મીર (PoK)ને ભારતમાં સામેલ કરવું શક્ય બન્યું હોત. તેમણે કહ્યું કે 1962માં ચીને કબજે કરેલી જમીન પાછી મેળવવી શક્ય બની હોત.

તેમણે અકોલામાં આયોજિત એક સન્માન સમારોહમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાંબા સમયથી ગુલામ કાશ્મીરને ભારતના નકશામાં ઉમેરવાનું સપનું છે. ગુલામ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં હજુ પણ પાકિસ્તાનના નિયંત્રણમાં છે. ભારત 1962ના યુદ્ધ દરમિયાન ચીન દ્વારા કબજે કરવામાં આવેલી જમીન પર ફરીથી દાવો કરવાનું પણ લક્ષ્ય ધરાવે છે. આ તમામ આકાંક્ષાઓ સાચી પડી હોત

જો ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મળી હોત. તેમણે કહ્યું કે વિપક્ષે લોકસભા ચૂંટણી દરમિયાન એવો પ્રચાર કર્યો હતો કે જો મોદી સત્તામાં પાછા આવશે તો બંધારણ બદલાશે. બંધારણમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વરસાદ બન્યો મુસીબત! ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ

આ પણ વાંચો: પીએમ મોદી આવતીકાલે રશિયા જવા રવાના થશે

આ પણ વાંચો: ભારતની એકમાત્ર નદી જે ઊર્ધ્વ દિશામાં વહે છે….