Viramgam News : જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવા માટે રૂ.20,000 ની લાંચ લેતા વિરમગામના જખવાડા ગ્રામ પંચાયતના મહિલા તલાટી કમ મંત્રી કાશ્મીરાબેન ભાણદાસ મકવાણાને ACBએ ઝડપી લીધા હતા.આ બનાવની વિગત મુજબ ફરિયાદી તેમની પુત્રીનું જન્મ નું પ્રમાણપત્ર કઢાવવા માટે વિરમગામની જખવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગયા હતા.
ત્યાં હાજર તલાટી કમ મંત્રી કાશ્મીરાબેન મકવાણાને મળીને પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવા વિનંતી કરી હતી. તે સમયે આરોપી કાશ્મીરાબેને જણાવેલ કે, તમારી પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર કઢાવવું હોય તો તમારે 20,000 રૂપિયાનો વહેવાર કરવો પડશે તે સમયે ફરીયાદીએ જણાવેલ કે હાલમાં મારી પાસે આટલા પૈસાની વ્યવસ્થા નથી.
જેથી આરોપીએ જણાવેલ કે “ પૈસાની વ્યવસ્થા કરી રૂબરૂ પંચાયત કચેરી આવી જજો.. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી નો સંપર્ક કરતાં ફરીયાદને આધારે જખવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે લાચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં કાશ્મીરાબેને રૂ.20,000 ના લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો:ગુજરાતની જેલમાં બંધ નારાયણ સાંઈની અરજી હાઈકોર્ટે ફગાવી, કોમ્પ્યુટર જેવી સુવિધા મામલે કરી હતી માંગ
આ પણ વાંચો:આસારામની હાલત નાજુક છે, કેવી રીતે માનીએ? ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને ન આપ્યા જામીન
આ પણ વાંચો:સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈએ પુસ્તકો લખવા માટે કોમ્પ્યુટર-મોબાઈલ માંગ્યા
