Gir Somnath News/ મેગા ડિમોલિશન સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

સરકાર અને અરજદાર દ્વારા સામસામે કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી

Top Stories Gujarat Others

Gir Somnath News : ગુજરાત હાઇકોર્ટમાં ગીર સોમનાથમાં મેગા ડિમોલિશન મુદ્દે સુનાવણી શરૂ કરવામાં આવી છે. જેમાં અરજદારે અરજીમાં કરેલા આક્ષેપ પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. મેગા ડિમોલિશન મુદ્દે સરકારે HCમાં જવાબ આપ્યો છે. સરકારે કહ્યું કે, નિયમોમાં રહીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.સાથે જ સરકારે જણાવ્યું હતું કે, મન ફાવે તેવા ડિમોલિશન નથી કરવામાં આવ્યા. નિયમોમાં રહીને જ કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર અને અરજદાર દ્વારા સામસામે કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ સરકારે જણાવ્યું કે, 2023થી આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી.

મહત્વનું કહી શકાય કે, પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 9 મસ્જિદ તથા 45 પાકા મકાનોને તોડી પાડીને 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સાથે જ દબાણ હટાવવાના ઓપરેશન દરમિયાન લોકોના ટોળા એકત્ર થઇ જતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી

આ મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી તથા જંગી પોલીસ કાફલો ઉપરાંત અન્ય વિભાગોના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ડિમોલીશન દરમિયાન પાંચ કિમીના વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત લાંચ કાંડમાં કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ

આ પણ વાંચો: સુરતના ભૂતપૂર્વ મેયરનો પક્ષની જ મહિલા કોર્પોરેટર પર લાંચનો આરોપ

આ પણ વાંચો: સુરત/ લાંચ લેતા ઝડપાયો કોર્પોરેટર, ACBના છટકામાં પકડાયો