Ahmedabad News/ તલવાર લઈને ફરતા અને ફાયરિંગ કરતા લોકોને અટકાવી તો શકતી નથી, હાઈકોર્ટે પોલીસનો લીધો ઉધડો

એગ્રી બિઝનેસનો ધંધો કરતા અરજદારે એડવોકેટ પ્રશાંત ચાવડા મારફત હાઈકોર્ટમાં અરજી કરી હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે પોલીસનો બરાબરનો ઉધડો લીધો હતો.  ગુજરાત હાઇકોર્ટમાં જેતપુરના એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી કે બાવળા, ચાંગોદર અને જેતપુર પોલીસ મથકેથી તેને ફોન આવે છે. એક ફરિયાદીની અરજીના આધારે ફરિયાદીને 21 લાખ રૂપિયા ચૂકવી દેવા પોલીસ જણાવે છે. એ સંદર્ભે કોર્ટે કહ્યું હતું કે શેના માટે પોલીસ અરજદારને નોટિસ કાઢે છે? આવું કરવું જરૂરી છે? સંબંધિત પોલીસ મથકના DySP અથવા DSPને કોર્ટ દ્વારા બોલાવવામાં આવ્યા છે. કોર્ટે ટકોર કરી હતી કે શું પોલીસની કામગીરી રિકવરી એજન્ટની છે? તલવાર લઈને ફરતા અને ફાયરિંગ કરતા લોકોને તો પોલીસ રોકી શકતી નથી! પોલીસનું કામ બેઠાં બેઠાં રિકવરી કરવાનું છે? જે કામ ખરેખર કરવાનું છે એ પોલીસ કરી શકતી નથી.

કેસને વિગતે જોતાં જેતપુરમાં પાર્ટનરશિપમાં એગ્રી બિઝનેસનો ધંધો કરતા અરજદારે એડવોકેટ પ્રશાંત ચાવડા મારફત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે એક ફરિયાદી તેમની સામે અલગ અલગ પોલીસ મથકે ખોટી ફરિયાદ અને અરજીઓ આપે છે. એ સંદર્ભે DySP જેતપુર, PI બાવળા અને ચાંગોદર પોલીસ મથકેથી તેમને ફોન આવ્યા હતા, જેનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. ચાંગોદર પોલીસ મથકેથી તો તેના સામે સમન્સ નીકળ્યો હતો.

અરજદારના પાર્ટનર ઉપર પહેલા બાવળા પોલીસ મથકેથી ફોન આવ્યો હતો કે તેમણે ફરિયાદીને લેવાના નીકળતા બિલના બાકીના પૈસા ચૂકવ્યા નથી. ત્યાર બાદ ચાંગોદર પોલીસ મથકેથી સમન્સ આવ્યો હતો. અરજદારના કહ્યા મુજબ ખરેખરમાં અરજદારને ફરિયાદીએ છેતર્યા છે, જેમાં અરજદારે એગ્રિકલ્ચર પ્રોડક્ટની નિકાસ માટે ફરિયાદી પાસેથી પ્રોડક્ટ મગાવી હતી, જોકે આ પ્રોડક્ટ હલકી ગુણવત્તાની હોવાથી એની નિકાસ થઈ નહિ અને માલ ગોડાઉનમાં પડ્યો રહ્યો, જેનું ભાડું પણ અરજદારે ચૂકવ્યું હતું. અરજદારને ખુદ 21 લાખનું નુકસાન થયું છે.

અરજદારે વધુમાં જણાવ્યું હતું કે પોલીસને ફરિયાદી સામે ખોટી ફરિયાદ કરવા બદલ પગલાં લેવા અરજી આપી, પણ તેની સામે પોલીસે દ્વારા કોઈ પગલાં લેવાયાં નહિ. અરજદારને જેતપુર DySPએ બોલાવીને ફરિયાદીને નાણાં ચૂકવી દેવા ધમકાવવામાં આવ્યો હતો, જેને વકીલ મારફત જવાબ પણ અપાયો હતો. કસ્ટમ હાઉસની લેબોરેટરી મુજબ ફરિયાદીએ મોકલેલો માલ હલકી ગુણવત્તાનો હતો. આમ, ફરિયાદી સામે જ ફરિયાદ થવી જોઈએ, હવે અરજદારને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે નહિ અને જવાબદાર પોલીસકર્મચારીઓએ સામે પગલાં લેવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં નવરાત્રિમાં બળાત્કારના જુદા-જુદા બનાવોએ મચાવી ચકચાર

આ પણ વાંચો:દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ કરી હત્યા, આચાર્યનું કરતૂત

આ પણ વાંચો:ઘારાવીમાં 60 વર્ષીય વ્યક્તિએ સગીર બાળકી પર કર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ