Not Set/ સુરત/ લાંચ લેતા ઝડપાયો કોર્પોરેટર, ACBના છટકામાં પકડાયો

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સતિષાભાઇ ચંપક ભાઈ પટેલને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રૂ .15,000 ની લાંચ લેતાં ધરપકડ કરવામાં આવી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સતીષાભાઇ કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવાર હતા અને હાલમાં ઉધનામાં કોર્પોરેટર છે. કોર્પોરેટર સતિષ પટેલે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી બાંધકામ કરવુ હોય તો વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર નહી કરો તો સુરત મહાનગર […]

Gujarat Surat
18e1b993b0a47b4149e15eaf38472080 1 સુરત/ લાંચ લેતા ઝડપાયો કોર્પોરેટર, ACBના છટકામાં પકડાયો

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સતિષાભાઇ ચંપક ભાઈ પટેલને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રૂ .15,000 ની લાંચ લેતાં ધરપકડ કરવામાં આવી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સતીષાભાઇ કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવાર હતા અને હાલમાં ઉધનામાં કોર્પોરેટર છે.

કોર્પોરેટર સતિષ પટેલે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી બાંધકામ કરવુ હોય તો વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર નહી કરો તો સુરત મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરાવી દઇશુ તેવી ધમકી આપી 20,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 15,000 આપવા જણાવ્યું હતું.

આથી તેમણે આ અંગે એસીબીને ફરિયાદ કરી હતી. એસીબીની ટીમે કોર્પોરેટરને રંગે હાથ પકડવા સંપૂર્ણ યોજના બનાવી હતી. આ પછી તેમને પૈસા લેવા બોલાયા જેવા જ તેમને પૈસા લીધા એવા જ એસીબીએ તેમને રેડ હાથ ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.