અમદાવાદનાં કાંકરિયામાં રાઇડ તુટી પડવાના પડઘા વિધાનસભામાં પડ્યા છે. રાઇડ તુટી પડવા અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન ઉઠાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જવાબ આપ્યો હતો. પ્રદીપસિંહે કહ્યું હતું કે રાઇડ તુટી પડવાથી જે બે લોકોનાં મોત થયા છે તેમને સરકારે 4 લાખ રૂપિયાની સહાય કરી છે અને ઇજાગ્રસ્તોને વિના મુલ્યે સારવાર કરી છે. આ દુર્ઘટનાં સમયે રાઇડ્સમાં 31 લોકો બેઠા હતા.

આપને જણાવી દઇએ કે, કાંકરિયામાં કુલ 24 રાઇડ્સને મંજૂરી મળી હતી જ્યારે 25મી રાઇડ ગેરકાયદેસર હતી, પ્રદીપસિંહ જાડેજાનાં કહેવા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સમિતિ દ્વારા ગુજરાત બહાર એમ્યુઝમેન્ટ પાર્કની સ્થિતિનો અભ્યાસ કરી તે રાજ્યનાં કાયદાનો પણ અભ્યાસ કરવામાં આવશે અને ગુજરાતનાં કાયદામાં સુધારો કરી વધુ કડક કાયદા બનાવવામાં આવશે.

આ સિવાય ગૃહ રાજ્યમંત્રીએ કાંકરિયા રાઈડ તૂટવાની ઘટનાને દુઃખદ ઘટના ગણાવી, જે બે વ્યક્તિનાં મોત થયા છે, તેમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયા સહાય આપવાનો નિર્ણય કરાયો છે. ગૃહમંત્રી પ્રદીપસિંહે કહ્યું હતું કે યાંત્રિક સાધનોની ચકાસણી બાદ પ્રમાણ પત્ર મુદ્દે જે સવાલો છે, તે મુદ્દે તપાસ ચાલુ છે. આરોપીઓ રીમાન્ડ પર છે. માત્ર નાના માણસોને નથી પકડ્યા કંપનીનાં મેનેજીંગ ડિરેક્ટર સહિત તમામ લોકોને પકડ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
