વિદેશી હુંડિયામણ બચાવવાના ઈરાદે સોનાની આયાત ડયૂટીમાં અઢી ટકાનો વધારો કરવાના સરકારના નિર્ણયને કારણે ઘરઆંગણે સોનાના ભાવોમાં તેજી આવી છે. બજેટ જાહેર થયા પછી સોનાનાં ભાવ સતત વધી રહ્યાં છે. અને તેને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગનાં લગ્નનું બજેટ ખોરવાઇ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
સોનાનો ભાવ આભને આંબ્યા છે. સોનાનો ભાવ 36 હજારના રેકોર્ડસ્તરે પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 300નો વધારો ઝીંકાયો છે. મહત્વનું છે કે, સરકારે બજેટમાં સોનાની આયાત ડ્યૂટી 2.5 ટકા વધારી 12.5 ટકા અને જીએસટી 3 ટકા સાથે 15.5 ટકા જેટલું ઊંચું ડ્યુટી ભારણ લાદ્યું છે. ત્યારે હવે સોનાનો ભાવ વધારો થતા સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલભર્યું રહેશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
