ચીનનાં વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો છે. અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. હમણાં સુધી, આ વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે ફેલાયો તેના નક્કર પુરાવા મથી મળી આવ્યા. વૈજ્ઞાનિકો બેટને વાયરસનું કારણ માને છે. જેના કારણે તેમના પર સંશોધન થઈ રહ્યું છે. થાઇલેન્ડમાં સંશોધનકારોએ હવે ગ્રામીણ વિસ્તારોમાં જવાની શરૂઆત કરી છે અને ત્યાં ચામાચીડિયા પકડી રહ્યા છે અને તેમા કોરોના વાયરસની શોધ કરી રહ્યા છે.

અહેવાલ મુજબ, કોરોના વાયરસ જેવો જ વાયરસ દક્ષિણ ચીનનાં યુનાનમાં હાર્સશૂ બેટમાંથી મળી આવ્યો હતો. થાઇલેન્ડમાં હાર્સશૂ બેટની 19 પ્રજાતિઓ પણ મળી આવી છે, પરંતુ તેમના પર હજી સુધી કોઈ સંશોધન કરવામાં આવ્યા નથી. જેના કારણે સંશોધનકર્તા હવે થાઇલેન્ડનાં ગ્રામીણ વિસ્તારોની પસંદગી કરી રહ્યા છે અને ત્યા તેઓ સાઇ યોખ નેશનલ પાર્કમાં ટ્રેકિંગ કર્યું. આ સમય દરમિયાન તેમણે 200 બેટને ત્રણ જુદી જુદી ગુફાઓમાં ફસાવવા માટે છટકું ગોઠવ્યું. થોડા દિવસો પછી, તે પોતાના હેતુમાં સફળ થયા.

વૈજ્ઞાનિકોનાં મતે તેઓએ ચામાચીડીયાનાં લાળ, લોહી અને મળનાં નમૂના લીધા છે. આ સિવાય અન્ય રોગો ફેલાવતા પ્રાણીઓ પર પણ સંશોધન કરવામાં આવ્યું હતું. તેમજ તેમના નમૂના લેવામાં આવ્યા હતા. આ સંશોધન ટીમનું નેતૃત્વ સોપોર્ન વચારાપલ્સડે કર્યું હતું, જે 20 વર્ષથી બેટ પર સંશોધન કરે છે. તેઓ માને છે કે તેમને થાઈલેન્ડનાં બેટ્સમાં તે જ વાયરસ મળશે, જે કોરોનાનું કારણ બને છે. આ કિસ્સામાં, બેટ આ વાયરસને લઇને વિશ્વનાં કોઈપણ ખૂણામાં જઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
