Bhavnagar News: ભાવનગર પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીનું મોત થવાના કારણે ચકચાર મચી ગઈ છે. તળાજા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટ એટેક (Heart Attack) થી મોત થયું છે. તેના કારણે આખી પ્રાંત કચેરીમાં સોંપો પડી ગયો છે. અચાનક જ આવેલા હાર્ટએટેકે (Heart attack) કચેરીની કર્મચારીઓનો ગાઢ સહયોગી અને મિત્ર છીનવી લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે આ કર્મચારીને હાર્ટ એટેક ક્રિકેટ રમતા હતા ત્યારે આવ્યો હતો.
રોહિત સરવૈયા નામના કર્મચારીનું ક્રિકેટ રમતા Heart Attackથી મોત
રોહિત સરવૈયા (Rohit Sarvaiya) નામના કર્મચારીના મોતથી શોક છવાયો હતો. મૃતક તળાજાની ડેપ્યુટી કલેકટર કચેરીમાં ફરજ બજાવતા હતા. મામલતદાર સહિતના અધિકારીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયા હતા અને તરત જ હોસ્પિટલ દોડ્યા ગયા હતા. તેઓને પણ અચાનક બનેલી આ ઘટનાથી આશ્ચર્ય થયું હતું. રાહુલ સરવૈયાનો હાર્ટ એટેકને લગતો કોઈ રેકોર્ડ પણ ન હતો. આ અગાઉ તેણે કોઈ આવી ટ્રીટમેન્ટ કરાવી પડી હોય તેવું પણ ન હતું.
મૃતકનું કુટુંબ સ્તબ્ધ
મૃતકના કુટુંબને તો એમ જ કે રોહિત સરવૈયા ક્રિકેટ રમવા ગયો છે. આ ક્રિકેટ રમવા ગયેલા રોહિત સરવૈયા (Rohit Sarvaiya) નો મૃતદેહ ઘરે પરત આવ્યો ત્યારે કુટુંબીઓ આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને કલ્પના પણ ન હતી કે તેમની સાથે આ શું થઈ ગયું છે. કુદરતે અચાનક જ તેમની સાથે આ કઈ રમત આદરી છે. હમણાં તો તે રમવા ગયો હતો અને આવીને જોડે જમવા બેસવાના હતા, એટલી વારમાં કાળે કઈ રમત રમી કે અમારી સ્થિતિ આવી થઈ ગઈ.
કોરોના પછી અપમૃત્યુના વધ્યા છે કિસ્સા
ગુજરાતમાં કોરોના પછી છેલ્લા કેટલાય સમયથી કેટલાય લોકોના અપમૃત્યુના બનાવ વધવા લાગ્યા છે. કોઈ નવરાત્રિમાં ગરબા ગાતા-ગાતા મોતને ભેટે છે, કોઈ લગ્નમાં ગરબા ગાતા-ગાતા મોતને ભેટે છે, કોઈ ગીત ગાતા-ગાતા મૃત્યુ પામે છે, કોઈ લગ્નજયંતિના દિવસે મૃત્યુ પામે છે, કોઈ ચાલતાં-ચાલતા મોતને ભેટે છે તો કોઈ બેઠાં-બેઠાં મૃત્યુ પામે છે. આ અંગે તબીબી નિષ્ણાતોમાં જાતજાતના મંતવ્યો છે, તેઓ આને કોઈ એક કારણ નથી માનતા. તેઓ આની પાછળ બેઠાડુ જીવનશૈલી ઉપરાંત બિનઆરોગ્યપ્રદ આહારની સાથે શારીરિક શ્રમનો અભાવ અને કોરોના થયો હોય તો તેના કારણે સાંકડી થઈ ગયેલી રક્તવાહિનીઓને માને છે. આના કારણે હૃદયને મળતો લોહીનો પુરવઠો ઘણી વખત ખરાબ આદતોના લીધે લોહી જાડુ થાય ત્યારે અટકી જતાં હૃદય પર દબાણ આવતા કાર્ડિયાક એરેસ્ટના લીધે મૃત્યુ થાય છે.
ભાજપ દ્વારા નવા સંગઠનનું માળખું જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ રબારીનું અચાનક હાર્ટ એટેકથી નિધન થતાં ભાજપ પરિવારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
જવાબદારી મળી અને કાળે તરાપ મારી
રવિવારે મોડી સાંજે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે નવા સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી. લાંબા સમયની રાહ જોયા બાદ જાહેર થયેલી આ યાદીમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભાવેશ રબારીના નામની જાહેરાત કરવામાં આવી હતી. હજુ તો કાર્યકરો અને સમર્થકો તેમને વધાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ કાળે તરાપ મારી હતી.
હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો
મળતી માહિતી મુજબ, સાંજે 6:30 કલાકે જ્યારે સંગઠનની યાદી જાહેર થઈ ત્યારે ભાવેશભાઈ કોઈ કામ અર્થે બહાર ગયા હતા. યાદીમાં નામ આવ્યાના ગણતરીના સમયમાં જ તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રમુખપદની ખુશી માણવા મળે તે પહેલાં જ તેમના નિધનના સમાચાર આવતા ભાવનગર ભાજપમાં ગમગીની છવાઈ ગઈ છે.
લાંબા ઈન્તજાર બાદ જાહેર થયું હતું સંગઠન
ભાવનગર શહેર ભાજપના નવા સંગઠનને લઈને છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ચર્ચાઓ અને ઉત્સુકતા હતી. પ્રદેશ ભાજપ દ્વારા અન્ય જિલ્લાઓમાં સંગઠનની જાહેરાત કરી દેવાઈ હતી, પરંતુ ભાવનગર માટે નિર્ણય લેવાતો નહોતો. આખરે રવિવારે જ્યારે 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને વિવિધ મોર્ચાઓના પ્રમુખોની યાદી જાહેર થઈ, ત્યારે આ ખુશીનો અંત આટલો કરુણ આવશે તેની કોઈએ કલ્પના કરી નહોતી.
આ પણ વાંચો: હરખ શોકમાં ફેરવાયો! ભાવનગર સંગઠનની યાદી જાહેર થતા જ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું મોત
આ પણ વાંચો: બનાસકાંઠામાં હાર્ટ એટેકે મચાવ્યો હાહાકાર: ભાભરમાં માત્ર 24 કલાકમાં 4નાં મોત
આ પણ વાંચો: હાર્ટ એટેકથી વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત, CCTVમાં કેદ થઈ ઘટના
