Valsad News/ હાર્ટ એટેકથી વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત, CCTVમાં કેદ થઈ ઘટના

heart attack થી 60 વર્ષીય વૃદ્ધા ભાવનાબેન પટેલનું અચાનક મોત થયું

Gujarat Others
heart attack

Valsad News : વલસાડ શહેરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અયોધ્યા ફરવા જવાની તૈયારી કરી રહેલી 60 વર્ષીય વૃદ્ધા ભાવનાબેન પટેલનું અચાનક હાર્ટ એટેક (heart attack)મોત થયું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાને કારણે લોકોમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોગરવાડી ભોલાભાઈની ચાલીમાં રહેતા ભાવનાબેન પટેલ તેમના પરિવાર સાથે અયોધ્યા યાત્રા પર જવાના હતા. યાત્રા માટે જરૂરી મોજડી ખરીદવા તેઓ વલસાડની ચોરગલી વિસ્તારમાં આવ્યા હતા. સવારે અંદાજે 11 વાગ્યાના સમયે એક ફરસાણ સેન્ટર બહાર પહોંચતા જ તેમને અચાનક ગભરામણ થવા લાગી હતી.

ગભરામણ અનુભવતા ભાવનાબેનને ત્યાં હાજર એક મહિલાએ નજીકના ટેબલ પર બેસાડ્યા હતા. પરંતુ થોડી જ પળોમાં તેમને છાતીમાં તીવ્ર દુખાવો શરૂ થયો અને સેકન્ડોમાં જ તેઓ ટેબલ પરથી ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે.

જાગૃત નાગરિકે CPR આપી બચાવવાનો પ્રયાસ

જાગૃત નાગરિકે CPR આપી બચાવવાનો પ્રયાસ

ઘટના બનતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. તેમાંના એક જાગૃત નાગરિકે તરત જ ભાવનાબેનને CPR આપીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડી જ વારમાં 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ભાવનાબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ ભાવનાબેન પટેલને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. અચાનક થયેલા નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રાજ્યમાં હાર્ટ એટેક (heart attack)ના વધતા કિસ્સાઓ ચિંતાજનક

આ ઘટના એકલી નથી. આજે વલસાડ ઉપરાંત રાજુલામાં પણ હાર્ટ એટેક (heart attack)થી એક યુવકનું મોત થયું છે. રાજુલા રેલવે સ્ટેશન ક્વાર્ટર પાસે એક યુવાન સુતેલી હાલતમાં મળી આવ્યો હતો, જેની ઓળખ કડીયાળી ગામના મનુભાઈ સામતભાઈ બારૈયા તરીકે થઈ હતી. તેમને તાત્કાલિક રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભ દરમિયાન ગાંધીનગર SRPમાં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક (heart attack)થી મોત થયું હતું. તે ઉપરાંત, 14 દિવસ પહેલા કામરેજના અંત્રોલી ગામે 70 વર્ષીય વૃદ્ધનું મંદિર જતા માર્ગમાં હાર્ટ એટેક (heart attack)થી મૃત્યુ થયું હતું.

આરોગ્ય નિષ્ણાતોની ચેતવણી

આ સતત વધી રહેલા હાર્ટ એટેક (heart attack)ના કિસ્સાઓએ આરોગ્ય વિભાગ અને સામાન્ય નાગરિકોને ચિંતામાં મુકી દીધા છે. તબીબો નિયમિત આરોગ્ય તપાસ, તણાવ નિયંત્રણ અને સમયસર સારવાર લેવા અપીલ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં રથયાત્રા બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો: નવરાત્રિમાં પુણેમાં ગરબા રમતી વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો: અમેરિકન બોડી બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત, ટ્રેનરે જણાવી આ ભૂલ