કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૩૦ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજે ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ મંગળવાર અને પોષ સુદ દશમ છે, આજે ચંદ્રની રાશિ મેષ અને સૂર્યની રાશિ ધન છે. આજે ભરણી નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૯ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૬.૦૪ કલાકે થશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)માં વ્રત અને તહેવાર / દિન વિશેષ : આજે પુત્રદા એકાદશી છે
આજે સમગ્ર દેશમાં પુત્રદા એકાદશીનો પાવન તહેવાર ઉજવાઈ રહ્યો છે.આજનું રાશિફળ (Aaj nu Rashifal)માં હિંદુ ધર્મમાં પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ છે. માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના અને વ્રત કરવાથી સંતાન સુખ, કુટુંબમાં સુખ-શાંતિ અને જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. ખાસ કરીને સંતાનની ઈચ્છા ધરાવતા દંપતિઓ માટે આ એકાદશી અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
આ વર્ષે પુત્રદા એકાદશી પર ગ્રહોની વિશેષ સ્થિતિ રચાઈ રહી છે, જેના કારણે કેટલીક રાશિના જાતકોને આજે ખાસ લાભ મળવાની સંભાવના છે.
પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્વ
શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ દિવસે ઉપવાસ રાખીને વિષ્ણુ સહસ્ત્રનામ, ગીતા પાઠ અને હરિનામ સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ, સંતાનની પ્રગતિ અને કુટુંબની સમૃદ્ધિમાં વધારો થાય છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal):
દશમની સમાપ્તિ : સવારે ૦૭:૫૩ સુધી.
તારીખ :- ૩૦-૧૨-૨૦૨૫, મંગળવાર / પોષ સુદ દશમ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૧ થી ૧૨:૪૧ |
| અમૃત | ૧૨:૪૧ થી ૦૨:૦૨ |
| શુભ | ૦૩:૨૨ થી ૦૪.૪૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૩ થી ૦૯:૨૩ |
| શુભ | ૧૧:૦૨ થી ૧૨:૪૩ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal):

મેષ (અ, લ , ઈ) :-
શિવની પૂજા થી લાભ થાય.
વિચારોને નવી દિશા મળે.
આજે ઉદ્યોગ અને વેપારના પ્રયાસો આગળ વધશે.
મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખશો.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
ઉધાર આપવું કે લેવું નહી.
પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
પૈસા લેવડ-દેવડમાં સાવધાની રહેશો.
છેતરપિંડી થવાની સંભાવના છે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-
છૂપા શત્રુથી સાવધાન રહેવું.
મિત્રોની મદદ મળે.
ધાર્મિક સ્થાને જવાય.
પરિશ્રમમાં વિશ્વાસ જાળવી રાખો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪

કર્ક (ડ , હ) :-
માંગલિક કાર્ય થાય.
ધંધો આગળ વધે.
મહિલાથી ફાયદો થાય.
મહેનતથી તમને પરિણામ મળશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭

સિંહ (મ , ટ) :-
બનાવટી ઓફરથી સાવધાન રહો.
કોઈની નિંદા કરવી નહિ.
લાલચ કરવી નહિ.
મનથી મજબૂત બનો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-
કમાયેલું ધન કામમાં આવે.
વડીલોની સંભાળ લેવી.
અપેક્ષા કરતા વધુ સારું કામ થશે.
ગંભીર વિષયોમાં રસ વધશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-
કામમાં ધ્યાન રાખવું.
મનથી મલકાતા રહો.
સોના ચાંદીની ખરીદી થાય.
વ્યવસ્થાઓને મહત્વ આપશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-
લોકોની વાતમાં ન આવવું.
શારીરિક દુર્બળતા રહે.
સૂર્ય પ્રકાશમાં થોડી વાર રહેવું.
પર્યાવરણ પ્રેમી બનો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૬

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
ઉધાર આપવું કે લેવું નહિ.
સારી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
પરસ્પર સહયોગથી આગળ વધવું.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
લોકોથી શીખવા મળે.
આત્મ વિશ્વાસમાં વધારો થાય.
નજીકના લોકો સાથે પ્રવાસ થાય.
મનોરંજનની તકો વધશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪

કુંભ (ગ, શ, સ, ષ) :-
લાભકારક દિવસ રહે.
તમારી મહેક બધે પ્રસરાય.
શુભ પ્રસંગોની યાદ આવે.
દિવસ આખો હસતા રહો
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-
જલ્દી થાકી જાવ.
રાજકારણથી દૂર રહેવું.
માફી માંગવી પડે.
નવી વાત જાણવા મળે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૮
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!
