Dharma & Bhakti/ 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!

2026માં રાહુ કેતુ ગોચર થવા જઇ રહ્યું છે જેની અસરો લગભગ તમામ રાશિના લોકોના જીવન પર વર્તાશે. એવી 3 રાશિઓ છે જેમણે રાહુ-કેતુના ગોચરથી સાવધાન…

Religious Rashifal Trending Dharma & Bhakti
2026, રાહુ કેતુ ગોચર,

Dharm & Bhakti: 2026ના વર્ષમાં રાહુ કેતુ ગોચર (Rahu Ketu Gochar)થી અનેક રાશિઓના જીવનમાં પડકારો ઊભા થઇ શકે છે. વિશેષ કરીને, એવી 3 રાશિઓ છે જેમણે રાહુ-કેતુના ગોચરથી સાવધાન રહેવાની જરુર છે. કારણ કે, આ ગોચર સમગ્ર વર્ષ દરમિયાન આ ત્રણેય રાશિઓ (Rashi)ના જીવનના દરેક પાસાને પ્રભાવિત કરી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં કેતુને એક વિશેષ ગ્રહ માનવામાં આવે છે. એ એક છાયા ગ્રહ છે પણ એની જાતકના જીવન પર ગાઢ અસરો થતી જોવા મળે છે. વર્ષ 2026માં રાહુ-કેતુનું ગોચર (Rahu Ketu transit) થવા જઇ રહ્યું છે જેની અસરો લગભગ તમામ રાશિના લોકોના જીવન પર વર્તાશે. વિશેષ રુપે, રાહુનો છાયા ગ્રહ ગણાતો કેતુ (Ketu Grah)પોતાની ગૂઢ અને રહસ્યમયી ઊર્જાને કારણે, જુદી-જુદી રાશિઓ પર જુદો-જુદો પ્રભાવ પાડતો જોવા મળે છે. કેટલીક રાશિઓ માટે કેતુનું આ ગોચર માનસિક મૂંઝવણ (Mental Stress), આત્મ મંથન અને પડકારોથી ભરેલું રહેશે.

2026 ના આગામી વર્ષમાં રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે પ્રભાવિત

અંગ્રેજી કેલેન્ડર અનુસાર, નવું વર્ષ 1 જાન્યુઆરી, 2026 થી પ્રારંભ થશે પરંતુ, હિન્દુ સનાતન ધર્મના પંચાંગ અનુસાર, નવ વર્ષની શરુઆત 19 માર્ચ 2026, ગુરુવાર (19 March, 2026 Thursday)ના રોજ થવા જઇ રહી છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા અર્થાત્ એકમ (Chaitra Sud Ekam)થી નવ વર્ષ પ્રારંભ થવા જઇ રહ્યું છે. આ જ દિવસથી હિન્દુ વિક્રમ સંવત 2083નો પ્રારંભ થશે.

આગામી વર્ષ 2026ની 29 માર્ચે કેતુ મઘા નક્ષત્રમાં ગોચર કરશે અને ત્યાર બાદ, 25 નવેમ્બરે એ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ, 5 ડિસેમ્બરે કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. બીજી તરફ, રાહુ (Rahu Grah) પણ વર્ષ દરમિયાન, પોતાની ચાલ બદલશે. 2 ઓગસ્ટ 2026ના રોજ રાહુ કુંભ રાશિના ઘનિષ્ઠા નક્ષત્ર (Ghanishtha Nakshatra)માં પ્રવેશ કરશે અને 5 ડિસેમ્બરે એ મકર રાશિમાં ગોચર કરશે. આ રીતે, 2026ના સમગ્ર વર્ષ દરમિયાન રાહુ-કેતુનું વિશેષ ગોચર આ 3 રાશિઓને ભારે પડી શકે એમ છે.

2026, રાહુ કેતુ ગોચર, રાશિ

વૃષભ રાશિ

વર્ષ 2026 દરમિયાન, વૃષભ રાશિ (Vrushabh Rashi)ના જાતકોનું કૌટુંબિક અને સામાજીક જીવન પડકારજનક સાબિત થઇ શકે છે! અંગત લોકો સાથે મતભેદ વધવાની સંભાવનાઓ છે આથી વિવાદોથી સંભાળવું. આ દરમિયાન, જોખમભર્યા રોકાણો અને વ્યાપારિક સમજૂતીઓમાં સાવધાન રહેવું આવશ્યક છે. પ્રણય જીવનમાં ગેરસમજણોથી તણાવ (Tension) ઉત્પન્ન થઇ શકે છે. જે લોકો કુંવારા હોય અથવા નવા સંબંધોમાં બંધાવા જઇ રહ્યાં હોય એમના માટે આ સમય અનુકૂળ રહેશે નહિં. આ કારણે, અવિવાહિત લોકોએ આ વર્ષ દરમિયાન ધૈર્યપૂર્વક વર્તવું હિતાવહ રહેશે.

2026, રાહુ કેતુ ગોચર, રાશિ

કન્યા રાશિ

આ રાશિ (Kanya Rashi)ના જાતકો માટે વર્ષ 2026 ખૂબ મહેનત અને માનસિક તણાવ ભરેલું હોવાની સંભાવના છે. જો તમારા કોઇ કોર્ટ કેસ કે વિવાદ ચાલી રહ્યાં હોય તો એવા સંજોગોમાં સતર્ક રહેવાની જરુર છે! કોઇ પણ વ્યવસાય કે રોકાણ (Investment)માં આંધળુકિયા ન કરવા આ ઉપરાંત, પ્રેમ સંબંધ કે કૌટુંબિક જીવનમાં પણ ખળભળાટ મચી શકે છે અથી સંયમ અને ધીરજથી કામ લેવું. આ વર્ષે તમારા સ્વાસ્થ્ય (Health) વિશે વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા છે, આ માટે તમને યોગ (Yoga), ધ્યાન અને દિનચર્યાને નિયમિત બનાવવાથી મદદ મળશે. સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માટે સાવધાની અને સંયમ રાખીને આગળ વધવું.

2026, રાહુ કેતુ ગોચર, રાશિ

સિંહ રાશિ

આ રાશિ (Sinh Rashi)ના જાતકોને વેપાર-ધંધામાં ઓચિંતુ નુકસાન થવાની સંભાવના છે. આથી વર્ષ 2026માં આ જાતકોએ કોઇ પણ જાતના જોખમપૂર્ણ નિર્ણયો ન લેવા. માનસિક તણાવ તથા બિનજરુરી ચિંતામાં વૃદ્ધિ થઇ શકે છે, આ ઉપરાંત પ્રણય સંબંધો (Relationship)માં સંયમ અને વિવેક રાખવો જરુરી છે. કુટુંબને લગતી બાબતો (Family Matters)માં ધીરજ રાખવી અને તમારા ખર્ચ તથા રોકાણો પર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યની સંભાળ રાખવી અને એ માટે આવશ્યક છે બિનજરુરી તણાવ અને થાકથી બચવું!

કેતુ દોષ શાંતિના ઉપાયો

1. કેતુ મંત્રનો જાપ

દર શનિવારે 108 વખત, એક માળા ‘ॐ કેં કેતવે નમ:’ જાપ કરવો અને ગળામાં રુદ્રાક્ષ કે ચંદનની માળા (Rudraksh Mala) પહેરવી શ્રેષ્ઠ રહેશે.

2. ગણેશજીની ઉપાસના કરવી

દરરોજ સવારે ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રનો 108 વાર જાપ કરવો. ખાસ કરીને, આ ઉપાયને બુધવારે અને શનિવારે કરવાથી અને ગણેશજી (Ganeshji)ની પૂજા કરવાથી અત્યંત લાભ થાય છે એવી માન્યતા છે.

3. શ્વાનની સેવા કરવી

શનિવારના દિવસે, કાળા કે ભૂરા રંગના શ્વાન (Black Dog)ને રોટલી ખવડાવવી. આમ કરવાથી કેતુની નકારાત્મક ઊર્જા શઆંત થાય છે.

4. શનિવારનો વિશેષ ઉપાય

પ્રત્યેક શનિવારે (Saturday) કાલા તલ, અડદ દાળ અથવા તો કામળાનું દાન કરવું. કોઇ ગરીબ અથવા જરુરતમંદને ભોજન કરાવવાથી પણ શુભ પરિણામ પ્રાપ્ત થશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કયા દિવસે કઇ દિશામાં યાત્રા કરવી અશુભ હોય છે? દિશા શૂળ વિશે જાણો, વાસ્તુ શાસ્ત્ર શું કહે છે..!

આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!

આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..