Dharm & Bhakti: મૂળાંક 1 વાળા જાતકો અત્યંત ભાગ્યવાન હોય છે. આજે જે મૂળાંક વિશે જણાવવા જઇ રહ્યાં છીએ એ કોઇ મામૂલી મૂળાંક નથી પરંતુ, ગ્રહોના રાજા સૂર્ય દેવ (Surya Dev) સાથે એનો સંબંધ છે. અંક શાસ્ત્ર અનુસાર આ મૂળાંકનું શું મહત્વ છે એ જાણીશું.
મૂળાંક 1 (Mulank 1) અર્થાત્ સૂર્ય (Sun)નો અંક….જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં સૂર્ય દેવને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે અને અંક શાસ્ત્ર (Numerology) અનુસાર, મૂળાંક 1 વાળા જાતકોમાં પણ એક રાજા જેવા લક્ષણો (King Characteristics) નાનપણથી જ જોવા મળે છે. અલબત્ત, અહિં તમને યાદ કરાવી દઇએ કે, જે લોકો કોઈ પણ મહિનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા (People Born on 1, 10, 19, 28) હોય, એમનો મૂળાંક 1 હોય છે. આ મૂળાંક વાળા જાતકોમાં નેતૃત્વના ગુણો જન્મજાત જોવા મળે છે. આ લોકો ઇનોવેટિવ, નસીબદાર અને દૂરદર્શી હોય છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાં આ બંને ગુણો અવશ્ય જોવા મળશે! તમને એ જાણીને નવાઈ લાગશે કે, ભારત (India)ના ધણા ખરા ધનાઢ્ય લોકો (Wealthy)ના મૂળાંક પણ 1 છે. તો ચાલો હવે જોઇશું, મૂળાંક 1 ધરાવતા જાતકોની વિશેષતાઓ અંગે…

મૂળાંક 1 વાળા જાતકોને અંક શાસ્ત્ર ભાગ્યવાન કેમ કહે છે?
1 અંક જે વ્યક્તિનો મૂળાંક બનતો હોય એમનામાં અમુક વિશેષ ગુણો જોવા મળે છે. આ મૂળાંક વાળા લોકો રાજા જેવું નસીબ લઇને પેદા થાય છે અને એ જે પણ કાર્ય કરે છે એમાં એમને ભાગ્ય (Luck)નો વિશેષ સાથ મળે છે. આ મૂળાંક ધન, ઐશ્વર્ય (Luxury), શક્તિ અને નેતૃત્વ તો આપે જ છે, સાથોસાથ પ્રસિદ્ધિ (Fame) પણ પ્રદાન કરે છે. આવા જાતકો દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવે છે અને ગમે તેટલી વાર પછડાટ ખાય, પણ ફરીથી ઊભા થઇ જાય છે અને પોતાના કામમાં ત્યાં સુધી ઝનૂનપૂર્વક લાગેલા રહે છે જ્યાં સુધી, એ પોતાનું લક્ષ્ય (Goal) હાંસલ ન કરી લે!

જન્મજાત લીડરશિપ ક્વોલિટી
મૂળાંક 1 વાળા જાતકોમાં જન્મજાત નેતા બનવાના ગુણો (Leadership Qualities) હોય છે. કોઇ પણ ક્ષેત્રમાં આગળપડતા રહીને લીડર બનવાનું પસંદ કરતા જોવા મળે છે અને આ જ કારણે તેઓ સમાજના ઉચ્ચ પદ પર વિરાજમાન હોય છે અથવા તો બિઝનેસ કરે છે. એમનામાં એક ખાસ ગુણ હોય છે જેનાથી એ બધાથી અલગ તરી આવે છે અને એ છે એમનો જુસ્સો! એ જે કંઇ કરવાનું ધારે એને પૂર્ણ કરીને જ વિરામ લે છે!

ગજબનો આત્મવિશ્વાસ
આ લોકો હંમેશાં ઊંચું વિચારે છે. એમનો આત્મવિશ્વાસ (Confidence) ગજબનો હોય છે. એમને જીવનમાં મોટા માણસ બનવાનું અને ઈતિહાસ રચવાનું પસંદ હોય છે. એટલું જ નહિં પણ એના માટે એ અથાગ મહેનત પણ કરે છે.
આકર્ષક વ્યક્તિત્વના માલિક
આ જાતકોની વાતો અને હાવભાવ એવા હોય છે કે જેનાથી પ્રભાવિત થઇને લોકો એમની તરફ આકર્ષાય છે. હાર શું હોય છે, એ વાતની આ જાતકો જાણે જાણતા જ નથી! જીવન ગમે તેટલી સમસ્યાથી ગ્રસિત હોય પણ આ જાતકો ગભરાતા નથી અને દ્રઢ ઇચ્છાશક્તિથી લક્ષ્ય તરફ આગેકૂચ કરે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:અંકશાસ્ત્ર પ્રમાણે જાણો ગણેશજીનો પ્રિય અંક કયો છે? તમને કેવું ફળ મળશે…
આ પણ વાંચો:અંકશાસ્ત્ર પ્રમાણે આ નંબરના લોકો પાર્ટનર સાથે પ્રેમથી વર્તે છે
આ પણ વાંચો:અંકશાસ્ત્ર મુજબ આ 3 અંકોના જાતકોને મળે છે પ્રેમમાં પ્રચંડ સફળતા

