Not Set/ મનમોહન સિંહ પર બની રહેલી ફિલ્મમાં કોણ કોનું કિરદાર નિભાવશે: જાણો અહી

મુંબઈ, અનુપમ ખેરે જયારે દેશના પૂર્વ-પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર બનવવાની ઘોષણા કરી ત્યારથી જ આ ફિલ્મ ચર્ચામાં છે. લોકોને એ વાતની ઉત્સુકતા રહી છે કે કયા કલાકાર અસલ જિંદગીના નામી લોકોના રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મમાં અનુપમ ખેર મનમોહન સિંહના લીડ રોલમાં છે અને હમણાં જ એમણે પૂર્વ-પ્રધાનમંત્રીની પત્ની […]

Trending Entertainment

મુંબઈ,

અનુપમ ખેરે જયારે દેશના પૂર્વ-પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર બનવવાની ઘોષણા કરી ત્યારથી જ આ ફિલ્મ ચર્ચામાં છે. લોકોને એ વાતની ઉત્સુકતા રહી છે કે કયા કલાકાર અસલ જિંદગીના નામી લોકોના રોલ નિભાવી રહ્યા છે.

ફિલ્મમાં અનુપમ ખેર મનમોહન સિંહના લીડ રોલમાં છે અને હમણાં જ એમણે પૂર્વ-પ્રધાનમંત્રીની પત્ની ગુરુશરણ કૌરનો રોલ કોણ નિભાવશે એનો ખુલાસો કર્યો છે. આ રોલ દિવ્યા શેઠ શાહ નિભાવશે. દિવ્યા શેઠે પોતાની કરિયરમાં ઘણી સીરીયલ અને ફિલ્મો કરી છે પરંતુ એમને ઓળખાણ મળી દૂરદર્શનની ફેમસ સીરીયલ હમલોગમાં મજલીના રૂપમાં મળી હતી. અનુપમ ખેરે સોશિયલ મિડિયામાં એમના નામની ઘોષણા કરી હતી.

દિયા શેઠે બાદમાં દિલ દરિયા, બનેગી આપકી બાત અને રોશની જેવા શોમાં કામ કર્યું છે. દિવ્યાએ જબ વી મેટ, ઈંગ્લીશ-વિન્ગ્લીશ અને દિલ ધડકને દો વગેરે ફિલ્મોમાં કામ પણ કર્યું છે.

ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર, ડો. મનમોહન સિંહના ત્યારના મિડિયા સલાહકાર સંજય બારુંના પુસ્તક The Accidental Prime Minister: The Making And Unmaking Of Manmohan Singh પર બેઝ્ડ ફિલ્મ છે જેને વિજય રત્નાકર ગુટ્ટે નિર્દેશિત કરી રહ્યા છે. અનુપમ ખેરે આ ફિલ્મને એમની કરીયરનો ખુબ જ પડકારજનક રોલ હોવાનું કહ્યું હતું.

ફિલ્મમાં મનમોહન સિંહના પ્રધાનમંત્રી પદ પર રહેવાના સમય દરમિયાન બનેલી મુખ્ય રાજનીતિક ઘટનાઓ દર્શાવવામાં આવશે. ફિલ્મ માં અક્ષય ખન્ના, સંજય બારુંના કિરદારમાં છે. જર્મન અભિનેત્રી સુઝેન બર્નાર્ત ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકામાં હશે અને રાહુલ ગાંધીનું કિરદાર અર્જુન માથુર નિભાવી રહ્યા છે.

આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે. ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર 21 ડીસેમ્બરે રિલીઝ થશે.