Not Set/ સીએમ રૂપાણીએ સ્વીકારી ફિટનેસ ચેલેન્જ, વિડીયો કર્યો શેર

ગાંધીનગર દેશના યુવા બાબત અને રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરના #HumFitTohIndiaFit અભિયાનને આગળ વધારતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી મોદીને તથા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને પત્ની અનુષ્કાને પણ આ ફિટનેસ ચેલેન્જ આપી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજનેતાઓની ફિટનેસને લઈને ખાસ્સી ચર્ચા જગાવી છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ આ ફિટનેસ ચેલેન્જમાં સામેલ […]

Top Stories Gujarat Trending Videos

ગાંધીનગર

દેશના યુવા બાબત અને રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરના #HumFitTohIndiaFit અભિયાનને આગળ વધારતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી મોદીને તથા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને પત્ની અનુષ્કાને પણ આ ફિટનેસ ચેલેન્જ આપી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજનેતાઓની ફિટનેસને લઈને ખાસ્સી ચર્ચા જગાવી છે.

ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ આ ફિટનેસ ચેલેન્જમાં સામેલ થયા છે. સીએમ વિજય રુપાણીએ સૂર્ય નમસ્કાર કરીને દોડ લગાવી હતી અને તે દ્વારા તેમણે ફિટનેસનો સંદેશ આપ્ય હતો. ગુજરાતનાં સીએમે મહારાષ્ટ્રનાં સીએમ ફડણવિસને ચેલેન્જ આપી છે.

આપને જણાવી દઈએ કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્રિકેટર વિરાટ કોહલીએ ફિટનેસની ચેલેન્જ તેનો વિડીયો શેર કરીને આપી હતી.. અને આ ચેલેન્જને વડાપ્રધાન મોદીએ સ્વિકારી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે થોડા સમયમાં જ તેઓ પોતાનો ફિટનેસ વિડીયો શેર કરશે.