Not Set/ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈને પોલીસનું તેડું : IPL ફિક્સિંગમાં આવ્યું નામ

બોલીવુડના ભાઈ સલમાન ખાનના ભાઈ અને ફિલ્મ નિર્દેશક અરબાઝ ખાન ને થાણે પોલીસે હાલમાંજ આંતરાષ્ટ્રીય સટ્ટે-બાજીના મામલામાં સમન્સ મોકલવ્યું છે. અરબાઝ ખાન પર આઈપીએલમાં સટ્ટે-બાજીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે અરબાઝ ખાનને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે. જણાવી દઈએ કે અરબાઝના બાંદ્રામાં આવેલા ઘરે આ સમન્સ મોકલવામાં આવ્યું છે. મુંબઈમાં થયેલા ગોટાળા મામલે ચાલી […]

India Trending Sports

બોલીવુડના ભાઈ સલમાન ખાનના ભાઈ અને ફિલ્મ નિર્દેશક અરબાઝ ખાન ને થાણે પોલીસે હાલમાંજ આંતરાષ્ટ્રીય સટ્ટે-બાજીના મામલામાં સમન્સ મોકલવ્યું છે. અરબાઝ ખાન પર આઈપીએલમાં સટ્ટે-બાજીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે અરબાઝ ખાનને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે.

જણાવી દઈએ કે અરબાઝના બાંદ્રામાં આવેલા ઘરે આ સમન્સ મોકલવામાં આવ્યું છે. મુંબઈમાં થયેલા ગોટાળા મામલે ચાલી રહેલી તપાસ માટે એમનું હાજર રહેવું જરૂરી છે.

આશંકા છે કે અરબાઝ ખાન એ લોકોમાંનો એક છે જેને ભારતના સટ્ટે-બાજ સોનું જાલાન ઉર્ફ સોનું માલદ દ્વારા ચલાવવામાં આવેલા ગોટાળામાં મોટા પ્રમાણમાં દાવ લગાવ્યો હતો. 15 મેના ડોમ્બીવાલીથી ચાલતા એક સટ્ટે-બાજી રેકેટમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

સોનું જાલાન ઉર્ફ સોનું બાટલા ભારત સહીત ઘણાં દેશોમાં સટ્ટે-બાજી રેકેટ ચલાવે છે અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે પણ સંબંધો ધરાવે છે. આ પહેલા 2012માં મુંબઈ પોલીસે આઈપીએલ મેચ ફિક્સ કરવાના મામલામાં ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન  શ્રીલંકાના ખેલાડીઓને 10 કરોડ રૂપિયા આપ્યા હોવાનું સોનુએ જણાવ્યું હતું.

સોનું જાલાનની મુંબઈ એન્ટી એક્ષ્ટોર્શન સેલ દ્વારા ધરપકડ થયા બાદ ઘણી ચીઝો સામે આવી હતી. થાણેના એન્ટી એક્ષ્ટોર્શન સેલના ઇન્સ્પેકટર રાજકુમાર કોથમીરેનું કહેવાનું છે કે અરબાઝ ખાન સોનું જાલાનના મિત્ર થાય છે, પરંતુ સટ્ટે-બાજીમાં એમનો કોઈ હાથ નથી.

વધુ જાણો : IPL સટ્ટાબાજીના મામલે સલમાન ખાનના ભાઈ અરબાજ ખાન સામે પોલીસે જાહેર કર્યું સમન્સ