Political/ દેશનાં કરોડો લોકોને લાગવા લાગ્યું છે કે જો કોંગ્રેસ નહી ટકે તો દેશ નહી ટકેઃ કનૈયા કુમાર

JNU માં વિદ્યાર્થી સંઘનાં ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમારે જણાવ્યું હતું કે, આ દેશનાં લાખો અને કરોડો યુવાનોને લાગવા લાગ્યું છે કે જો કોંગ્રેસ નહીં ટકે તો દેશ ટકશે નહીં.

Top Stories India

CPI છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કન્હૈયા કુમારે કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. આ સમયે કોંગ્રેસ સાથે ભળીને RSS સામે લડવું જરૂરી છે. કન્હૈયાએ કહ્યું કે, હું એક મોટા જહાજમાં આવ્યો છું કારણ કે મને લાગે છે કે દેશમાં કેટલાક લોકો માત્ર લોકો નથી, તેઓ એક વિચાર છે. તેઓએ માત્ર દેશની સત્તા કબજે કરી નથી, તેઓ દેશની વિચારસરણી પરંપરા, સંસ્કૃતિ, મૂલ્યો, ઈતિહાસ, વર્તમાન, ભવિષ્યને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Exclusive / ચરણજીત ચન્ની પછી જીગ્નેશ મેવાણી પર દાવ, ‘દલિત’ રાજકીય એજન્ડા સેટ કરી રહી છે કોંગ્રેસ?

કોંગ્રેસ કાર્યાલયમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘનાં ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમારે જણાવ્યું હતું કે, આ દેશનાં લાખો અને કરોડો યુવાનોને લાગવા લાગ્યું છે કે જો કોંગ્રેસ નહીં ટકે તો દેશ ટકશે નહીં. અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છીએ કારણ કે કોંગ્રેસ ગાંધીનાં વારસાને આગળ ધપાવશે. બિહારનાં બેગુસરાયથી આવીને અને 2019 ની લોકસભાની ચૂંટણી તે જ લોકસભા બેઠક પરથી લડતા કન્હૈયાએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી એક મોટા જહાજ જેવી છે, જો તેને બચાવી લેવામાં આવે છે તો હું માનુ છુ કે લોકોની આકાંક્ષાઓ, મહાત્મા ગાંધીની એકતા, ભગત સિંહની હિંમત અને બી.આર.આમ્બેડકરનાં સમાનતાનાં વિચારની પણ રક્ષા કરવામાં આવશે. તેથી જ હું જોડાયો છું. હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું કારણ કે તે માત્ર એક પાર્ટી નથી પણ એક વિચાર છે. તે દેશની સૌથી જૂની અને સૌથી લોકતાંત્રિક પાર્ટી છે. લોકોને લાગે છે કે દેશ કોંગ્રેસ વગર જીવી શકશે નહી.

આ પણ વાંચો – પંજાબ / નવજોત સિંહ સિદ્ધુના નજીકના સહયોગી રઝિયા સુલ્તાનાએ પંજાબના મંત્રી પદેથી રાજીનામું આપ્યું

ગુજરાતનાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, હું ટેક્નિકલ કારણોસર ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાઈ શક્યો નથી. હું એક અપક્ષ ધારાસભ્ય છું, જો હું કોઈ પણ પક્ષમાં જોડાઈશ તો હું વિધાનસભામાં જઈશ. પાર્ટીનું સભ્યપદ લીધું નથી પણ હું વૈચારિક રીતે કોંગ્રેસનો એક ભાગ બની ગયો છું અને આગામી ગુજરાતની ચૂંટણી કોંગ્રેસનાં સિમ્બોલ પર લડીશ.