New Delhi News/ બ્રિજભૂષણ શરણ સિંહને કોર્ટમાંથી રાહત, વિનિશ ફોગાટનો આક્ષેપ- ‘આખું તંત્ર તેમને બચાવવામાં લાગેલું હતું’

Brij Bhushan Sharan Singhને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા બાદ વિનિશ ફોગાટે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા, જ્યારે પ્રિયંકા ગાંધીએ સરકારના મહિલા સશક્તિકરણના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા.

India Breaking News
Brij Bhushan Sharan Singh

New Delhi News: મહિલા પહેલવાનોના કથિત યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh)ને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ચુકાદા બાદ વિનેશ ફોગાટ અને પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયાઓ સામે આવી છે. સમગ્ર મામલો WFI સાથે જોડાયેલો હોવાથી ફરી ચર્ચામાં આવ્યો છે.

Brij Bhushan Sharan Singh ને કોર્ટમાંથી રાહત

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા પહેલવાનોના કથિત યૌન શોષણ કેસમાં ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય કુશ્તિ મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે તે સમયના ભારતીય કુશ્તિ મહાસંઘના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરને પણ રાહત આપવામાં આવી છે.ચુકાદા બાદ બૃજભૂષણ શરણ સિંહે જણાવ્યું કે તેમને શરૂઆતથી જ વિશ્વાસ હતો કે તેઓ નિર્દોષ સાબિત થશે. તેમણે કહ્યું કે આરોપો લાગ્યા ત્યારે તેઓ આઘાતમાં હતા, પરંતુ હવે કોર્ટના નિર્ણયથી સત્યની જીત થઈ છે અને તેમને રાહત મળી છે.

વિનિશ ફોગાટનો ગંભીર આક્ષેપ

ચુકાદા બાદ રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat)સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે મહિલા પહેલવાનોને માત્ર એફઆઈઆર નોંધાવવા માટે જ લાંબી અને મુશ્કેલ લડત લડવી પડી હતી. સમગ્ર તપાસ અને કાનૂની પ્રક્રિયા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વિનેશ ફોગાટે આક્ષેપ કર્યો કે શરૂઆતથી જ સમગ્ર તંત્ર બ્રિજભૂષણ શરણ સિંહને બચાવવામાં લાગેલું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે કેટલીક મહિલા પહેલવાનોને દબાણ કરીને ફરિયાદ અને નિવેદનો પાછાં ખેંચવા માટે મજબૂર કરવામાં આવી હતી. તેમ છતાં કેટલીક મહિલા પહેલવાનો ન્યાય માટે અડગ રહી હતી. વિનિશે સ્પષ્ટ કર્યું કે તેઓ આ ચુકાદાથી નિરાશ છે, પરંતુ ન્યાય માટેની તેમની લડત અહીં પૂરી થવાની નથી. મહિલા પહેલવાનોના વકીલો ટૂંક સમયમાં જ ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરશે.

પ્રિયંકા ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ ચુકાદા બાદ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર એક તરફ મહિલા સશક્તિકરણ અને મહિલા આરક્ષણની વાત કરે છે, પરંતુ બીજી તરફ આવા સંવેદનશીલ કેસોમાં જે પરિસ્થિતિ જોવા મળે છે તે સરકારના દાવાઓ પર ગંભીર સવાલો ઉભા કરે છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે મહિલાઓને ન્યાય અપાવવાના દાવા અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તેમના નિવેદનને રાજકીય વર્તુળોમાં સરકાર સામેના સીધા હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ચુકાદા બાદ હવે સમગ્ર મામલાની આગળની કાનૂની પ્રક્રિયા પર સૌની નજર છે. વિનેશ ફોગાટે જણાવ્યું છે કે મહિલા પહેલવાનો આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે. જો અપીલ દાખલ થશે તો આ કેસ ફરી એકવાર ન્યાયિક પ્રક્રિયામાં આવશે. આ સમગ્ર પ્રકરણે મહિલા ખેલાડીઓની સુરક્ષા, રમતગમત સંસ્થાઓની જવાબદારી અને ન્યાયિક વ્યવસ્થાને લઈને નવી ચર્ચા શરૂ કરી છે.


આ પણ વાંચો:વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, પણ ડોપિંગ ટેસ્ટ ન આપવા બદલ જજે લગાવી ફટકાર

આ પણ વાંચો:વિનેશ ફોગાટ મુસીબતમાં! કુસ્તી મહાસંઘે ફટકારી નોટિસ, જૂન સુધી રમવા પર પ્રતિબંધ

આ પણ વાંચો:શું વિનેશ ફોગાટથી સત્ય છુપાવાયુ? પેરિસમાં કેસ લડી રહેલા વકીલ હરીશ સાલ્વેનો મોટો ખુલાસો