sports news/ વિનેશ ફોગાટ મુસીબતમાં! કુસ્તી મહાસંઘે ફટકારી નોટિસ, જૂન સુધી રમવા પર પ્રતિબંધ

ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) એ શિસ્તભંગ અને ડોપિંગ નિયમોના ઉલ્લંઘન બદલ Vinesh Phogat ને કારણ બતાવો નોટિસ પાઠવી છે. વિનેશ જૂન 2026 સુધી ઘરેલું સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે નહીં. જાણો શું છે સમગ્ર મામલો.

Trending Sports
Vinesh Phogat

Sports News 2026: ભારતીય સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટ (Vinesh Phogat) ફરી એકવાર મોટી મુસીબતમાં મુકાઈ છે. ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) એ શનિવારે વિનેશને શિસ્તભંગ અને ડોપિંગ વિરોધી નિયમોના ઉલ્લંઘન બદલ 15 પાનાની લાંબી ‘કારણ બતાવો નોટિસ’ પાઠવી છે. આ સાથે જ તેની કુસ્તીમાં વાપસી કરવાની યોજનાને મોટો ઝટકો લાગ્યો છે.

કેમ મુશ્કેલીમાં મુકાઈ વિનેશ ફોગાટ?

WFI એ વિનેશ પર ગંભીર આરોપો લગાવતા 14 દિવસમાં લેખિત સ્પષ્ટતા માંગી છે. આ વિવાદના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:

વિનેશ 26 જૂન, 2026 સુધી કોઈપણ ઘરેલું ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આના કારણે તે ગોંડામાં 10 થી 12 મે દરમિયાન યોજાનારી નેશનલ ઓપન રેન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં, જે તેની વાપસી માટેની મહત્વની ટુર્નામેન્ટ માનવામાં આવતી હતી.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) ના નિયમ મુજબ, જો કોઈ ખેલાડી નિવૃત્તિ બાદ ફરીથી કુસ્તીમાં વાપસી કરવા માંગતા હોય, તો તેમણે ફેડરેશનને ઓછામાં ઓછા 6 મહિના પહેલા જાણ કરવી પડે છે. આ સમયગાળા દરમિયાન ખેલાડીએ એન્ટી-ડોપિંગ ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ રહેવું અનિવાર્ય છે. વિનેશે (Vinesh Phogat) આ જરૂરી નોટિસ પીરિયડ આપ્યા વગર વાપસીનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.

મહાસંઘે આક્ષેપ કર્યો છે કે વિનેશના (Vinesh Phogat) વર્તનને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કુસ્તીની છબીને નુકસાન પહોંચ્યું છે.

નોટિસમાં માંગવામાં આવેલા મુખ્ય ખુલાસા

મહાસંઘે વિનેશ (Vinesh Phogat) પાસેથી મુખ્ય ચાર ગંભીર આરોપો પર જવાબ માંગ્યો છે:

વજન નિર્ધારિત મર્યાદા કરતા વધી જવાને કારણે 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી તેની અયોગ્યતા અંગેના કારણો.

ડોપિંગ વિરોધી નિયમો હેઠળ પોતાના લોકેશનની માહિતી (Whereabouts) ન આપવી.

માર્ચ 2024 ની ટ્રાયલ્સ દરમિયાન બે અલગ-અલગ વજનની કેટેગરીમાં સ્પર્ધા કરીને નિયમોનું ઉલ્લંઘન.

WFI ના બંધારણ અને આંતરરાષ્ટ્રીય કુસ્તીના શિસ્ત વિરોધી નિયમોનું કથિત ઉલ્લંઘન.

વાડા (WADA) ના કડક નિયમો

વાડાના નિયમ 5.6.1 મુજબ, કોઈપણ ખેલાડી લાંબા સમય સુધી ટેસ્ટિંગ સિસ્ટમની બહાર રહ્યા પછી સીધો જ કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકતો નથી. જો ખેલાડી આવી ભૂલ કરે, તો તેના પરિણામો અમાન્ય જાહેર થઈ શકે છે. WFI એ જણાવ્યું કે અમારે સુનિશ્ચિત કરવું પડશે કે ખેલાડીએ કોઈ ડોપિંગ નિયમનું ઉલ્લંઘન નથી કર્યું, જેથી ભવિષ્યમાં ફેડરેશનનું પ્રતિનિધિત્વ કરવામાં કોઈ અડચણ ન આવે.

હાલમાં વિનેશ (Vinesh Phogat) પાસે પોતાની સફાઈ આપવા માટે 14 દિવસનો સમય છે. જો તેનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેને લાંબા સમય સુધી મેદાનની બહાર રહેવું પડી શકે છે.


આ પણ વાંચો: ભારતીય મહિલા ટીમની જાહેરાત, નંદની શર્માને મળી તક, જાણો ક્યારથી શરૂ થશે વર્લ્ડ કપનો રોમાંચ

આ પણ વાંચો:  T20 ક્રિકેટમાં ભુવીનો જાદુ! 350 વિકેટ લેનારો ભારતનો પહેલો પેસર બન્યો, જાણો ટોપ 5 લિસ્ટ

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્માને NADA ની નોટિસ, જાણો શું છે ‘વેરઅબાઉટ્સ ફેઈલ્યોર’ નિયમ