sports news/ T20 ક્રિકેટમાં ભુવીનો જાદુ! 350 વિકેટ લેનારો ભારતનો પહેલો પેસર બન્યો, જાણો ટોપ 5 લિસ્ટ

T20 ક્રિકેટમાં ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) જસપ્રીત બુમરાહને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી સફળ બોલર બનવાની સિદ્ધિ મેળવી છે. યુઝવેન્દ્ર ચહલ હજુ પણ 391 વિકેટ સાથે ટોપ પર છે. વાંચો સંપૂર્ણ વિગતો.

Trending Sports
Bhuvneshwar Kumar

Most Wickets by Indian Bowlers in T20: ભારતીય ક્રિકેટમાં T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે જસપ્રીત બુમરાહને પાછળ છોડીને ઇતિહાસ રચી દીધો છે. ભુવી હવે T20 ક્રિકેટમાં (ઇન્ટરનેશનલ, IPL અને ડોમેસ્ટિક સહિત) ભારતનો બીજા નંબરનો સૌથી સફળ બોલર બની ગયો છે.

Bhuvneshwar Kumar

T20 ક્રિકેટમાં ટોપ 5 ભારતીય બોલરો

ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી નીચે મુજબ છે:

ક્રમ ખેલાડીનું નામ કુલ વિકેટ સ્ટેટસ
1 યુઝવેન્દ્ર ચહલ 391 નંબર વન ભારતીય બોલર
2 ભુવનેશ્વર કુમાર 350 ભારતનો નંબર 1 પેસર બન્યો
3 જસપ્રીત બુમરાહ 347 ત્રીજા સ્થાને ખસ્યો
4 પીયૂષ ચાવલા 327 નિવૃત્ત
5 રવિચંદ્રન અશ્વિન 317 નિવૃત્ત

Bhuvneshwar Kumar

ભુવનેશ્વર કુમારની મોટી સિદ્ધિ (Bhuvneshwar Kumar)

ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ભારતનો પ્રથમ એવો ફાસ્ટ બોલર (પેસર) બની ગયો છે જેણે T20 ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરી હોય. અત્યાર સુધી આ રેકોર્ડ સ્પિનરો અને પેસરો વચ્ચેની લડાઈમાં ચહલ પાસે હતો, પરંતુ પેસરોની યાદીમાં ભુવી (Bhuvneshwar Kumar) હવે સૌથી ઉપર છે.

Bhuvneshwar Kumar

બુમરાહ પાછળ કેમ રહી ગયો?

જસપ્રીત બુમરાહ પાસે સૌથી પહેલા 350 વિકેટ પૂરી કરવાની તક હતી, પરંતુ તાજેતરની IPL સીઝનમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું ન રહેતા તે 347 વિકેટ પર અટકી ગયો છે. પરિણામે તે હવે યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.


આ પણ વાંચો:  અજીત અગરકર જ રહેશે ચીફ સિલેક્ટર, 2027 વર્લ્ડ કપ સુધી BCCI એ સોંપી મોટી જવાબદારી

આ પણ વાંચો:  ગુજરાત અને કોલકાતાની મેચમાં ફ્રી હિટનો રોમાંચ, જાણો કેમ અમ્પાયરે વાઈડ ન આપ્યો