sports news/ શું દિલ્હી કેપિટલ્સ રોકી શકશે RCB નો વિજય રથ? જાણો સંભવિત પ્લેઈંગ 11 અને લાઈવ સ્ટ્રીમિંગ

IPL 2026 ની 39મી Matchમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામસામે છે. પિચ રિપોર્ટ, હેડ ટુ હેડ રેકોર્ડ્સ અને સંભવિત પ્લેઈંગ 11 વિશે વાંચો સંપૂર્ણ વિશ્લેષણ.

Trending Sports
Match

DC vs RCB Match 39 Details:  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 39 મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં બંને ટીમો જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ

RCB: અત્યાર સુધી 7 મેચ (Match) રમી છે, જેમાંથી 5 માં જીત અને 2 માં હાર સાથે 10 પોઈન્ટ્સ મેળવી ટેબલમાં બીજા ક્રમે છે.

DC: 7 મેચમાંથી માત્ર 3 માં જીત મેળવી શકી છે અને 6 પોઈન્ટ્સ સાથે 7 માં ક્રમે છે.

હેડ-ટુ-હેડ: કોણ કોના પર ભારે?

IPL ના ઈતિહાસમાં બંને ટીમો અત્યાર સુધી 34 વાર આમને-સામને આવી છે:

RCB જીત: 20 મેચ

DC જીત: 13 મેચ (1 મેચનું પરિણામ આવ્યું નથી)

દિલ્હીના આ મેદાન પર પણ RCB નો રેકોર્ડ વધુ સારો રહ્યો છે, જ્યાં તેમણે 7 વાર જીત મેળવી છે.

પિચ રિપોર્ટ: રનનો વરસાદ થશે?

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ નંબર 5 પર આ મેચ (Match) રમાશે. આ પિચ બેટિંગ માટે સાનુકૂળ માનવામાં આવે છે. છેલ્લી 4 મેચોમાં અહીં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 197 રહ્યો છે, જે દર્શાવે છે કે આજે પણ હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

સંભવિત પ્લેઈંગ 11 (Probable XII)

દિલ્હી કેપિટલ્સ (DC):

પથુમ નિસાંકા, કેએલ રાહુલ (WK), નીતિશ રાણા, સમીર રિઝવી, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), કાઈલ જેમીસન/દુષ્મંતા ચમીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ટી નટરાજન, આકિબ નબી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB):

જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (WK), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, રસિખ સલામ ડાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા.

Match ડિટેલ્સ અને લાઈવ સ્ટ્રીમિંગ

તારીખ: 27 એપ્રિલ 2026 (સોમવાર)

સમય: સાંજે 7:30 વાગ્યે (ટૉસ 7:00 વાગ્યે)

સ્થળ: અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી.

લાઈવ પ્રસારણ: Star Sports નેટવર્ક.

લાઈવ સ્ટ્રીમિંગ: JioHotstar એપ અને વેબસાઈટ.


આ પણ વાંચો:  અજીત અગરકર જ રહેશે ચીફ સિલેક્ટર, 2027 વર્લ્ડ કપ સુધી BCCI એ સોંપી મોટી જવાબદારી

આ પણ વાંચો:  ગુજરાત અને કોલકાતાની મેચમાં ફ્રી હિટનો રોમાંચ, જાણો કેમ અમ્પાયરે વાઈડ ન આપ્યો

આ પણ વાંચો:   જોશ હેઝલવુડનો તરખાટ! રિષભ પંત ઈજાગ્રસ્ત થયો અને RCB એ લખનૌને પછાડ્યું