Not Set/ #INDvWI: ઉમેશ યાદવે હૈદરાબાદ ટેસ્ટમાં વિકેટની સિક્સર લગાવવાની સાથે જ આ રેકોર્ડ કર્યો પોતાના નામે

હૈદરાબાદ, હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં કેરેબિયન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૩૧૧ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ છે. ભારતીય ટીમના ઝડપી બોલર ઉમેશ યાદવના ઘાતક સ્પેલ આગળ વેસ્ટ ઇન્ડીઝની ટીમના ખેલાડીઓ ધ્વસ્ત થયા હતા. બીજી ટેસ્ટમાં ઘાતક સ્પેલ સાથે જ ઉમેશ યાદવે ૮૮ રન આપીને ૬ વિકેટ ઝડપી […]

Trending Sports

હૈદરાબાદ,

હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં કેરેબિયન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૩૧૧ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ છે. ભારતીય ટીમના ઝડપી બોલર ઉમેશ યાદવના ઘાતક સ્પેલ આગળ વેસ્ટ ઇન્ડીઝની ટીમના ખેલાડીઓ ધ્વસ્ત થયા હતા.

બીજી ટેસ્ટમાં ઘાતક સ્પેલ સાથે જ ઉમેશ યાદવે ૮૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી અને પોતાના ટેસ્ટ કેરિયરનું બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે. આ સાથે ઉમેશ યાદવે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

https://twitter.com/ICC/status/1050967983244201984

ઉમેશ યાદવે એક ઝડપી બોલર તરીકે ભારતની ધરતી પર ૧૯ વર્ષ બાદ ૬ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા વર્ષ ૧૯૯૯માં એટલે કે ૧૯ વર્ષ પહેલા ઝડપી બોલર જ્વાગાલ શ્રીનાથે માત્ર ૨૭ રન આપી ૬ વિકેટ ઝડપી હતી.

મહત્વનું છે કે, ભારતીય ઉપ-મહાદ્વીપમાં ટેસ્ટ ક્રિકેટમાં સ્પિન બોલરોની બોલબાલા હોય છે, ત્યારે ઉમેશ યાદવના આ પરફોર્મન્સને ખાસ માનવામાં આવી રહ્યું છે.