sports news/ ગુજરાત અને કોલકાતાની મેચમાં ફ્રી હિટનો રોમાંચ, જાણો કેમ અમ્પાયરે વાઈડ ન આપ્યો

IPL 2026 માં ગુજરાત અને કોલકાતા વચ્ચેની મેચમાં બોલ પિચની બહાર પડતા નો બોલ આપવામાં આવ્યો હતો. જાણો અમ્પાયરના આ નિર્ણય પાછળના ક્રિકેટના નિયમો અને મેચની હાઈલાઈટ્સ.

Trending Sports
IPL 2026

IPL 2026  Ashok Sharma No Ball Drama: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે (17 એપ્રિલ) રમાયેલી ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચમાં એક અજીબ કિસ્સો જોવા મળ્યો. ગુજરાતના બોલર અશોક શર્માનો બોલ પિચની બહાર પડતા અમ્પાયરે તેને ‘નો બોલ’ જાહેર કર્યો હતો. આ નિર્ણય સાંભળી ઘણા ચાહકો મુંઝવણમાં મુકાયા હતા કે તેને વાઈડ કેમ ન આપવામાં આવ્યો.

IPL 2026 મેચની સ્થિતિ: ગુજરાતની જીતની હેટ્રિક

IPL 2026  ગુજરાત ટાઇટન્સે આ મુકાબલો 5 વિકેટે જીતીને સીઝનની સતત ત્રીજી જીત નોંધાવી છે. KKR એ પ્રથમ બેટિંગ કરતા કેમરૂન ગ્રીનની 79 રનની શાનદાર ઈનિંગની મદદથી 180 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત તરફથી સુબમન ગિલે 50 બોલમાં 86 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી અને તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.

પિચની બહાર બોલ: કેમ અપાયો ‘નો બોલ’?

મેચની 11મી ઓવરમાં અશોક શર્માએ કેમરૂન ગ્રીનને ચકમો આપવા સ્લો બોલ નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ પિચની લાઈનથી ઘણો દૂર જઈને પિચની બહાર પડ્યો. IPL ના પ્લેઈંગ કન્ડિશનના નિયમ 21.7 મુજબ:

જો બોલ પિચના નિર્ધારિત વિસ્તારની બહાર પડે.

બોલ બેટ્સમેન સુધી પહોંચતા પહેલા એકથી વધુ વખત ઉછળે.

બોલ પોપિંગ ક્રીઝ સુધી પહોંચતા પહેલા જમીન પર રોલ (ગબડતો) થાય.

આવા સંજોગોમાં અમ્પાયર તેને વાઈડ નહીં પણ ‘નો બોલ’ જાહેર કરે છે અને બેટિંગ ટીમને ‘ફ્રી હિટ’ મળે છે. અશોક શર્માનો બોલ પિચની બહાર હોવાથી તેને નો બોલ આપવામાં આવ્યો હતો.

પિચની લંબાઈ અને પહોળાઈનું ગણિત

ક્રિકેટના (IPL 2026 ) નિયમો મુજબ પિચની લંબાઈ 22 ગજ (20.12 મીટર) અને પહોળાઈ 10 ફૂટ (3.05 મીટર) હોય છે. મધ્ય સ્ટમ્પથી બંને તરફ 5-5 ફૂટના અંતરે કાલ્પનિક લાઈનો હોય છે. જો બોલ આ 10 ફૂટના એરિયાની બહાર પડે, તો તે નો બોલ ગણાય છે.

ફ્રી હિટનો ડ્રામા

આ નો બોલને કારણે KKR (IPL 2026 ) ના કેમરૂન ગ્રીનને ફ્રી હિટ મળી હતી. બોલર અશોક શર્માએ તરત જ પોતાની ભૂલ સુધારી અને ફ્રી હિટ પર 143.7 કિમીની ઝડપે શોર્ટ બોલ નાખ્યો, જેના પર ગ્રીન રન બનાવી શક્યો નહીં. જોકે, ગુજરાત માટે આ મેચ જીતવી આસાન રહી, જ્યારે કોલકાતા હજુ પણ આ સીઝનમાં પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે.


આ પણ વાંચો:   15 વર્ષના વૈભવ સૂર્યવંશી પાસે ઇતિહાસ રચવાની તક, તોડશે બ્રેડ હોજ અને શોન માર્શના વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:   હાર બાદ રડી પડ્યો ડેવિડ મિલર, અક્ષર પટેલે જીત્યું દિલ, 1 રનથી હાર્યા બાદ દિલ્હીમાં માયુસી