હરમનપ્રીત રનઆઉટ/ ટી-20 વર્લ્ડકપઃ હરમનપ્રીતને ખરા સમયે કમનસીબ રીતે રનઆઉટ થવાનો આખું જીવન રહેશે અફસોસ

રમનપ્રીતને તેના આઉટ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે આઉટ થવા માટે આનાથી વધુ ખરાબ રીતે આઉટ થઈ શકાય જ નહી.

Sports

વીમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારતને સેમી ફાઇનલમાં પાંચ રને હરાવીને ઓસ્ટ્રેલિયાએ સાતમી વખત સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના 4 વિકેટે 172 રનના જવાબમાં ભારતીય ટીમ 8 વિકેટે 167 રન કરી શકી હતી. Harmanpreet Runout જો કે નિરાશાજનક ફિલ્ડિંગ પ્રદર્શન છતાં, ભારતે ઓસ્ટ્રેલિયાના કુલ 172 રનની નજીક પહોંચવા માટે તબક્કાવાર બેટ સાથે સારું પ્રદર્શન કર્યું.

હરમનપ્રીત કૌર અને જેમિમાહ રોડ્રિગ્સે ભારતની આશા જીવંત રાખી Harmanpreet Runout તે પહેલા સુકાની અત્યંત વિચિત્ર રીતે રનઆઉટ થતા ભારતના હાથમાંથી બાજી સરકી ગઈ હતી.  જ્યારે હરમનપ્રીતને તેના આઉટ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે આઉટ થવા માટે આનાથી વધુ ખરાબ રીતે આઉટ થઈ શકાય જ નહી. તે ભારતના ચેઝની 15મી ઓવર હતી, જેમાં હરમપ્રીતે ટીમને ઝડપી રમત જારી રાખી હતી. ઓવરની 4મી ડિલિવરી દરમિયાન હરમનપ્રીતનું બેટ દોડતી વખતે જમીનમાં ફસાઈ ગયું હતું. તે ક્રીઝથી થોડા ઇંચ જ દૂર હતી ત્યારે બેલ્સ ઉડાવી દેવામાં આવી હતી.

આ ઘટનાએ મેચનું પાસું જ પલ્ટી નાખ્યું. ઓસ્ટ્રેલિયાએ ડ્રાઇવિંગ સીટમાં Harmanpreet Runout આવી ગયું હતું. આ ઘટના વિશે બોલતા, હરમનપ્રીતે કહ્યું કે તે આનાથી વધુ કમનસીબી ન હોઈ શકે. “, જ્યારે હું અને જેમી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે તે અમે ભારતને મેચમાં પરત લાવ્યા હતા. અમને તે સમયે મેચ હારવાની સંભાવના જ લાગતી ન હતી.  હું જે રીતે રનઆઉટ થઈ તે તેના કરતા વધુ કમનસીબી ન હોઈ શકે. અમે છેલ્લા બોલ સુધી લડવા વિશે ચર્ચા કરી. પરિણામ અમારા પ્રમાણે ન આવ્યું, પરંતુ અમે આ ટુર્નામેન્ટમાં જે રીતે રમ્યા તેનાથી હું ખુશ છું. અમે જાણીએ છીએ કે અમારી પાસે સારી બેટિંગ લાઇન અપ હોવા છતાં પણ શરૂઆતમાં વિકેટ ગુમાવો,” તેણીએ કહ્યું.

હરમનપ્રીતે તેના પ્રદર્શન માટે જેમિમાહ રોડ્રિગ્ઝને પણ શ્રેય આપ્યો હતો જેમાં તેણીએ 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. “જેમીએ આજે જે રીતે બેટિંગ કરી તેનો શ્રેય તેને આપવાની જરૂર છે. તેણીએ અમને તે ગતિ આપી જે અમે શોધી રહ્યા હતા. આવા પ્રદર્શન જોઈને આનંદ થયો. તેમને તેમની કુદરતી રમત રમતા જોઈને આનંદ થયો. અમે ભલે અમારી ક્ષમતા પ્રમાણે રમ્યા ન હતા, પરંતુ અમે સેમિફાઇનલમાં પહોંચી ગયા, ”ભારતીય કેપ્ટને કહ્યું. અંતે હરમનપ્રીએ કબૂલાત પણ કરી હતી કે ભારત ફિલ્ડિંગમાં નબળું છે. “અમે તે સરળ કેચ ગુમાવ્યા જ્યારે તમે જીતવા માંગતા હોવ ત્યારે આ પ્રકારના કેચ તો છૂટવા જોઈએ નહી. અમે મિસફિલ્ડિંગ કરી. અમે આમાથી એટલું જ શીખીએ કે આ ભૂલોનું પુનરાવર્તન ન થાય,” એમ તેણે જણાવ્યું હતું.

 

આ પણ વાંચોઃ Gujarat Budget 2023/ LIVE: 2 લાખ કરોડનો ખર્ચ થશે ગરીબોની સામાજિક સુરક્ષા માટે : નાણામંત્રી કનુ દેસાઈ

આ પણ વાંચોઃ Sonia Gandhi-Priyanka/ ખડગેને છૂટ્ટો દોર આપવા આતુર સોનિયા, રાયપુરમાં હાજરી નહીં આપે

આ પણ વાંચોઃ ગમખ્વાર અકસ્માત/ વડોદરામાં કાર-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત