માન્ચેસ્ટર,
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપ ક્રિકેટની રોમાંચક મેચને નિહાળવા માટે કરોડો ક્રિકેટ ચાહકો ઉત્સુક છે. એકબાજુ માન્ચેસ્ટરના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે.
ભારત પાકિસ્તાન મેચની ૬૬.૬ ટકા ટિકિટો ભારતીય લોકોએ ખરીદી લીધી છે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ રસિકોના ભાગમાં માત્ર ૧૮.૧ ટકા ટિકિટો આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચ માટે ટિકિટોના બ્લેકના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ૩૦ જૂન ર્બિંમગહેમમાં યોજાનારી ભારત-ઇંગ્લેન્ડ મેચની ૫૫ ટકા ટિકિટો ભારતીયોએ ખરીદી લીધી છે. બ્લેક માર્કેટમાં સૌથી સસ્તી ટિકિટનો ભાવ પણ ૫૦,૦૦૦ રૂપિયા બોલાય છે.
આઇસીસી અને મેચોની ટિકિટ વેચનારી તેની પાર્ટનર વેબસાઇટ ટિકિટ માસ્ટર પર ભારત-પાકની પહેલી મેચની ૨૦,૬૬૮ રૂપિયાની ટિકિટ માટે હવે ૮૭,૫૧૦ રૂપિયાનો ભાવ બોલાય છે.
બીજી બાજુ ભારત અને પાકિસ્તાનમાં ટીવી પર કરોડો લોકો મેચ જોવા માટે બપોરે ત્રણ વાગે જ ગોઠવાઇ જશે. મેચના દિવસે રવિવાર હોવાના કારણે રજા છે જેથી મેચ વધુ સંખ્યામાં લોકો નિહાળી શકશે.આ મેચ 50 કરોડ જેટલાં લોકો જુવે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ જ કારણસર જાહેરાતના રેટમાં અનેક ગણો વધારો થઇ ચુક્યો છે. ભારતની બેટિંગ અને પાકિસ્તાનની બોલિંગ હમેંશા એકબીજા કરતા સારી રહી છે. ફિલ્ડિંગના મામલે ભારતીય ટીમ વધારે મજબુત રહી છે. ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે.
ભારતીય ટીમ આ વખતે પણ અન્ય ટીમો કરતા વધારે ફેવરીટ દેખાઇ રહી છે. ખેલાડીઓને જોતા તે સૌથી પ્રબળ દાવેદાર રહેલી ટીમ છે. આ મેચને લઇને માત્ર મેદાન પર જ નહી બલ્કે મેદાનની બહાર પણ કેટલાક રેકોર્ડ સર્જાનાર છે. હમેંશાની જેમ જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને જાહેરાતના રેટમાં અનેક ગણો વધારો થઇ ગયો છે. આ ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ મેચને લઇને જંગ છે. એવી શક્યતા છે કે આ મેચ અગાઉના તમામ રેકોર્ડને તોડી દેશે.
ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા, જાહેરાત અને સટ્ટાના કારોબાર સહિતના તમામ જુના રેકોર્ડ આવતીકાલે તુટી જાય તેમ માનવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોનો ઇતિહાસ રોચક રહ્યો છે. કેટલાક લોકોએ જંગી કમાણી ટિકિટના મામલે કરી લીધી છે. બંને ટીમોના સ્ટાર ખેલાડી પર તમામની નજર રહેનાર છે. જો વરસાદ નહીં પડે તો ચાહકોને જોરદાર મેચ જોવા મળી શકે છે. વિશ્વ કપની મેચને લઇને જોરદાર ક્રેઝ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
