Not Set/ બેંકો લોન ન આપે તો ધારાસભ્યો અને સાંસદોનો સંપર્ક કરવો : સી આર પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યુ હતું કે, સરકારે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર યોજના બહાર મૂકી છે. જેમાં યુવાનોને ધંધા રોજગાર માટે 50 લાખ સુધીની લોન અપાય છે. આ યોજનામા PM પોતે જામીન છે.

Top Stories Gujarat India
વિધાનસભા ચૂંટણી રાજ્યમાં ચૂંટણી નિશ્ચિત સમય જ યોજાશે :સી આર પાટીલ

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સમસ્ત કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કોળી સમાજના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ખાસ કરીને સાંસદ અને પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાજ્ય સરકારના મંત્રી આર.સી. મકવાણા સહિતના કોળી સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સી.આર.પાટીલે બેંકના અધિકારીઓ સામે કટાક્ષ કર્યો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. અમરેલીના જાફરાબાદમાં કોળી સમાજના સંમેલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. આ સમ્મેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બેન્ક કર્મચારીઓ ઉપર કટાક્ષ કરતાં જોવા મળી રહ્યા છે.

બેન્ક કર્મચારીઓઓ સામે કટાક્ષ કરતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યુ હતું કે, સરકારે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર યોજના બહાર મૂકી છે. જેમાં યુવાનોને ધંધા રોજગાર માટે 50 લાખ સુધીની લોન અપાય છે. આ યોજનામા PM પોતે જામીન છે.

બેંકોના અધિકારીઓ ગરીબ લોકોને લોન આપતા નથી. જો કોઈ યુવાનને ધંધા રોજગાર માટે બેંકો લોન ન આપે તો ધારાસભ્યો અને સાંસદોનો સંપર્ક કરવો. સાંસદો અને ધારાસભ્યો સંકલનની મિટિંગમાં કલેકટરની દખલગીરી કરી લોન અપાવશે. તેમ છતાં લોન ન આપે તો સાંસદ લોકસભામાં પ્રશ્ન ઉઠાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ રાજ્યના સરકારી શાળાના શિક્ષકોને લઈને પાટીલે જાહેરમંચ પરથી કરેલ નિવેદને પણ ખાસી ચકચાર જગાવી હતી. નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા રાજ્યના સરકારી શિક્ષકો મુદ્દે વિવાદિત નિવેદનમાં જણાવ્યુ હતું કે, શિક્ષકો પગાર વધારો, મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરતા થઈ ગયા છે. પોતાની જવાબદારી છે તે ધીમે-ધીમે ભૂલી રહ્યા છે.શિક્ષક પોતે ગુરુજી છે તે વાત તેના મનમાં ઉતારવા માટે આગામી દિવોસમાં રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન કરાશે.

દીવ / નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

જેતપુર / પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો

National / ED અને CBI ડાયરેક્ટરનો કાર્યકાળ વધારાયો, કેન્દ્ર સરકારે બે વટહુકમ બહાર પાડ્યા