રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ગુજરાતમાં ગરમી હાલના દિવસોમાં 41 ડિગ્રીને પાર કરી ગઇ છે,હજુપણ પારો વધવાની પુરેપુરી આશંકા છે. જેના લીધે હવામાન વિભાગે ચેતવણી આપી છે. ગઇકાલે બુધવારે અમદાવાદ સહિત ચાર શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો. જો કે, શુક્રવારથી 4 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે. આ સમય દરમિયાન ગરમી 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સુકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો.
એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. તો ત્રીજી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેંદ્રનગર, અમરેલી,કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શુક્રવારથી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ચાર દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેંદ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ સતત વધી રહેલી ગરમીને લીધે મહાનગર પાલિકાએ આગામી પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. 2 એપ્રિલથી ચાર એપ્રિલ અમદાવાદમાં હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે.
