વડાપ્રધાન મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આણંદમાં અમુલ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી કચ્છ જવા રવાના થઇ ગયા છે. પીએમ મોદી સવા બે વાગ્યે ભુજ ખાતે પહોંચશે અને બે કલાકનું રોકાણ કરશે. પીએમ જાહેરસભાને સંબોધશે અને વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે.
પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ હરિભાઈ ચૌધરી અને મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેશે.

પીએમ મોદી મુન્દ્રા ખાતે નિર્માણ પામેલા 5 એમએમટીપીએ એલએન્ડજી ટર્મિનલ ઉપરાંત અંજારથી મુન્દ્રાને જોડતા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ ઉપરાંત પાલનપુર-પાલી, બાડમેરના ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ ઉપરાંત ગેટકોના 66 કે.વી. ડીસી-5 સબ સ્ટેશન ગાંધીધામ, 66 કે.વી.બંદરા નાના સબ સ્ટેશન, 66 કે.વી.ખારોઇ સબ સ્ટેશન, ભચાઉ તથા નવી ગેટકો વર્તુળ કચેરી, અંજારની લોકાર્પણ વિધિ તેમજ 66 કે.વી.રાતાતળાવ સબ-સ્ટેશન, અંજારની ભૂમિપૂજન વિધિ કરાશે.
