Not Set/ એપલ મેનેજર શૂટ આઉટ : પરિવારજનો દ્વારા કરાઈ CBI તપાસની માંગ

લખનઉ, ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીના કારણે મલ્ટીનેશનલ કંપનીના મેનેજરનું મોત થયું હતું. આ મામલે રાજ્યભરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ પરિવારજનો દ્વારા પણ હત્યા કરાયા હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. UP ministers Brajesh Pathak and Ashutosh Tandon meet family of #VivekTiwari in Lucknow pic.twitter.com/ESHqBpoeFe — ANI UP/Uttarakhand (@ANINewsUP) September […]

India Trending

લખનઉ,

ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીના કારણે મલ્ટીનેશનલ કંપનીના મેનેજરનું મોત થયું હતું. આ મામલે રાજ્યભરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ પરિવારજનો દ્વારા પણ હત્યા કરાયા હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

આ વચ્ચે રવિવારે એપલ કંપનીના મેનેજર વિવેક તિવારીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન યોગી સરકારમાં મંત્રી બૃજેશ પાઠક અને આશુતોષ ટંડન પહોચ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓને મૃતકના પરિવારજનોના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું હતું.

સરકાર તરફથી ૧ કરોડ રૂપિયાનું વળતર મળે

રાજ્ય સરકાર દ્વારા ૨૫ લાખ રૂપિયાનું વળતર તેમજ સરકારી નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ મૃતક વિવેક તિવારીની પત્ની દ્વારા ૧ કરોડ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી રહી છે.

મૃતક વિવેક તિવારીની પત્ની કલ્પનાએ જણાવ્યું, “પરિવારમાં કમાવવા માટેની એક જ વ્યક્તિ હતી, જેથી અમને બાળકોના ભવિષ્યની ચિંતા થઇ રહી છે. આ માટે સરકાર દ્વારા ૧ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે”.

આ ઉપરાંત મૃતક વિવેક તિવારીના પરિવારજનો દ્વારા અ કેસની તપાસ CBIને સોપવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

પોલીસ કોન્સ્ટેબલની ગોળી એપલ કંપનીના મેનેજર વાગતા થયું હતું મોત

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવાર રાત્રે લખનઉના VVIP વિસ્તાર ગોમતીનગરથી જયારે એપલ કંપનીના મેનેજર વિવેક તિવારી સાથી કર્મીને ડ્રોપ કરવા માટે આવી રહ્યા હતા, ત્યારે ફરજમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ તેઓને ગાડી રોકવા માટે કહ્યું હતું. પરંતુ વિવેક તિવારીએ ગાડી ન રોકતા કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી અને તે તેઓના માથામાં જઈને વાગી હતી. આ કારણે વિવેક તિવારીનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.

આ કોઈ ઘટના નહિ પણ હત્યા છે : મૃતક વિવેકની પત્ની

જો કે આ ઘટના અંગે પોલીસ દ્વારા કરાયેલા દાવાઓ અંગે મૃતક વિવેકની પત્ની કલ્પનાએ સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, આ કોઈ ઘટના નથી પણ હત્યા છે. પોલીસે મારા પતિની ગોળી મારીને હત્યા કરી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “પોલીસને મારા પતિ પર ગોળી શા માટે ચલાવવામાં આવી. મારી પતિ સાથે રાત્રે ૧.૩૦ વાગ્યે વાત થઇ હતી અને આ સમયે સના વિવેક સાથે હતી, મને એ અંગે જાણકારી હતી”.