મુંબઇ
હેરાફેરીનો ત્રીજો ભાગ રીલીઝ થશે તેવી ચર્ચાઓ ચાલ્યા કરે છે.થોડા દિવસ પહેલાં પણ ફિલ્મી વર્તુળોમાં ચર્ચા હતી કે ફિરોઝ નડિયાદવાલા અક્ષય કુમાર,સુનીલ શેટ્ટીને લઇને હેરા ફેરી 3 બનાવી રહ્યાં છે. જ્યારે ઈન્દ્ર કુમાર આ ફિલ્મનું ડિરેક્શન કરશે. આ ફિલ્મ ક્રિસમસ 2019 પર રીલિઝ થવાની હતી.
જો કે હવે નવા ન્યુઝ પ્રમાણે અક્ષય કુમાર આ ફિલ્મ કરવાથી બેક ઓફ થયો છે. એક સૂત્રના જણાવ્યાનુસાર અક્ષય કુમારને સ્ટોરી સંભળાવવામાં આવી હતી. શરૂઆતમાં આ ફિલ્મનો આઈડિયા પણ અક્ષયને પસંદ આવ્યો હતો. જોકે, તેણે કહ્યું કે તે ફિલ્મને ત્યારે જ તારીખો ફાળવશે જ્યારે તેને સમગ્ર સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવશે.નવી સ્ટોરી પર વિચારઅક્ષયને એક-બે વાર સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી પરંતુ તેને પસંદ આવી નહોતી.
હવે લેખકોની ટીમ ફરીથી નવી સ્ટોરી પર વિચાર કરી રહ્યાં છે. આ દરમિયાન ઈન્દ્રકુમાર પોતાની ફિલ્મ ટોટલ ધમાલમાં વ્યસ્ત છે.
એનો મતલબ એ થયો કે હેરાફેરી-3 માટે જાન્યુઆરીમાં લેખકો સાથે મિટિંગ થશે અને સ્ક્રિપ્ટ પર કામ ચાલું શરૂ થશે અને શુટીંગ 2019માં શરૂ થશે. આ પરથી કહી શકાય કે હવે આ ફિલ્મ 2020માં જ રીલિઝ થવાની શક્યતા છે.
