Gujarat Budget 2023/ 3.1 લાખ કરોડનું બજેટ રજૂ, મજૂરો માટે 5 રૂપિયામાં ભોજન, દ્વારકામાં નવું એરપોર્ટ, વાંચો નાણામંત્રીની મોટી જાહેરાતો

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી ગાંધીનગરમાં શરૂ થયું છે. શુક્રવારે રાજ્યનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
Untitled 98 3.1 લાખ કરોડનું બજેટ રજૂ, મજૂરો માટે 5 રૂપિયામાં ભોજન, દ્વારકામાં નવું એરપોર્ટ, વાંચો નાણામંત્રીની મોટી જાહેરાતો

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી ગાંધીનગરમાં શરૂ થયું છે. શુક્રવારે રાજ્યનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે. ભરતી પરીક્ષા પેપરના પ્રશ્નો લીક થવા, મોંઘવારી અને બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાઓ પર વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારને ઘેરવા માટે તૈયાર છે.

ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવી મુદત માટે પરત કર્યા પછી આ રાજ્યનું પ્રથમ બજેટ હશે. વિધાનસભા સત્રને લગતા કાયદાકીય કામકાજ અને અન્ય મુદ્દાઓ અંગે નિર્ણય લેતી BACની બેઠક સ્પીકર શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને તેમાં મુખ્યમંત્રી પટેલ સહિત સત્તાધારી ભાજપના ધારાસભ્યો અને વિપક્ષના સભ્યોએ હાજરી આપી હતી. સત્ર માટેની પોતપોતાની વ્યૂહરચના નક્કી કરવા માટે વિપક્ષ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્ય દળના ધારાસભ્યોની અલગ-અલગ બેઠકો દિવસ પછી યોજાશે.

Gujarat Budget 2023 Live Updates:12:46

રાજ્યમાં નવા કોઇ કરવેરા લગાડવામા નહીં આવે.

Gujarat Budget 2023 Live Updates:12:45

પાણી પુરવઠા વિભાગ માટે 6 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત 2602 કરોડની જોગવાઇ, આદિજાતિ વિસ્તારમાં 3052 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત 4009 કરોડની 64 યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જયારે 2592 ગામોને આવરી લેતી અંદાજીત રકમ 2362 કરોડની 66 યોજનાના કામો આયોજન હેઠળ છે. આ યોજનાઓ માટે 909 કરોડની જોગવાઇ, નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ધરાઇ-ભેસાણ અને ઢાંકી-નાવડા બલ્ક પાઇપલાઇનના કામો માટે 800 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2023 Live Updates:12:42

સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે ૫૬૫ કરોડની જોગવાઇપ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારોરોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજનએકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.

Gujarat Budget 2023 Live Updates:12:39

મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે 3997 કરોડની જોગવાઇ, સરકારી મેડિકલ કોલેજો તથા તેને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં હયાત સુવિધાઓના વિસ્તૃતિકરણ માટે 355 કરોડની જોગવાઈ કરવામાં આવી છેે. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બેઠકોનો વધારો થતા માળખાકિય સુવિધાઓ ઊભી કરવા તથા તબીબી સારવારની સેવાઓનો વ્યાપ વધારવા માટે 145 કરોડની જોગવાઈ, નવી મેડિકલ કોલેજો સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે 130 કરોડ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તેમજ અન્ય મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં આધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે 115 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.

Gujarat Budget 2023 Live Updates:12:27

રાજ્યમાં દરેક જિલ્લામાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઇ કરાઈ છે. પાલક માતા-પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2023 Live Updates:12:20

  • ITIને મેગા ITIમાં કરાશે રૂપાંતરિત
  • મેગા ITI માટે 155 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 43651 કરોડ
  • કિશાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડ
  • પુરાતત્વ,સંગ્રહાલય ક્ષેત્રે 55 કરોડ
  • શહેરી વિકાસ,નિર્માણ માટે 19,685 કરોડ
  • રાષ્ટ્રીય દિવ્યાંગ,સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન
  • મોભીના અવસાનથી કુટુંબને સહાય માટે 20 કરોડ
  • રાજ્યનું GSDP 42 લાખ કરોડ કરવાનું લક્ષ્યાંક
  • શિષ્યવૃતિ યોજના હેઠળ 562 કરોડ
  • RTE હેઠળ અભ્યાસ માટે 50 કરોડ

Gujarat Budget 2023 Live Updates:12:08

  • બંદર અને ઔદ્યોગિક વિસ્તારને જોડતા રસ્તા 2800 કરોડના ખર્ચે રીડેવલપ કરાશે
  • ગ્રામ સડક યોજના માટે 8 કરોડની જાહેરાત
  • બંદર અને ઔદ્યોગિક વિસ્તારને જોડતા રસ્તા 2800 કરોડના ખર્ચે રીડેવલપ કરાશે
  • 3000 કિમીના રસ્તાને પહોળા કરવા માટે 600 કરોડની જોગવાઈ઼
  • ભૂજ ખાવડા ધર્મશાળા 352ના કરોડ ટુ લેન કરાશે

Gujarat Budget 2023 Live Updates:12:05

નર્મદા મુખ્ય કેનાલની જાળવણી માટે 178 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર શેડ ડેવલોપ6 માટે 220 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat Budget 2023 Live Updates:11:59

ગુજરાત બજેટમાં અંબાજી, ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ સ્થળ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકા ખાતે નવુ એરપોર્ટ બનાવાશે.

Gujarat Budget 2023 Live Updates:11:48

જ્જવલા યોજના અંતર્ગત રીફિલિગ માટે 300 કરોડની જોગવાઈ

ઉજ્જવલા યોજના અંતર્ગત રીફિલિગ માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સાબરમતી નદી પર બેરેજ બાંધવા 150 કરોડની જોગવાઈ

અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે 6 લેન બનશે

1500 કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને હાઈ-સ્પીડ કોરિડોર બનાવાશે

Gujarat Budget 2023 Live Updates:11:39

આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડ રુપિયાનો વધારો  બજેટમાં કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યુ છે.

Gujarat Budget 2023 Live Updates:11:37

પ્રવાસન સ્થળને વિકસાવવા 8000 કરોડની જોગવાઇ કરાઇ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજકોટના નવા એરપોર્ટનું કામ અંતિમ તબક્કામાં છે.

Gujarat Budget 2023 Live Updates:11:36

શૌચાલય સાથેના આવાસો માટે કામ ચાલી રહ્યું છે
20 હજાર નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે
સરકારી ડિગ્રી, એન્જિ. કોલેજો ખાતે ન્યુ એજ સેન્ટર્સ
ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઇબ્રેરીની રચના
ત્રીજો સ્તંભઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5 લાખ કરોડ
ઇઝ ઓફ લિવિંગ વધારવા ઇન્ફ્રા.ની ગુણવતા વધારાશે
શાળાઓમાં 50 હજાર નવા વર્ગખંડો ઉમેરાશે
રિન્યુએબલ એનર્જીનો ભાગ વધારીને 42 ટકા લઇ જવાનું લક્ષ્ય
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ માટે 568 કરોડ
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10,743 કરોડ
કૃષિ વિભાગ માટે 21,605 કરોડની જોગવાઇ
કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરાશે
દ્વારકા ખાતે નવુ એરપોર્ટ બનાવાશે
પાલક માતા-પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઇ
કૃષિ ઉદ્યોગ અને સેવા માટે 5 વર્ષમાં 2 લાખની જોગવાઇ
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઇ
કચ્છ નહેરના બાકી કામો 1082 કરોડની જોગવાઇ
AV વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા 271 કરોડની જોગવાઇ

Gujarat Budget 2023 Live Updates:11:34

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસસી,એસટી, લઘુમતી અને ઇડબલ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ છે. તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat Budget 2023 Live Updates:11:33

રાજ્ય સરકારનું અમૃતકાળની થીમ પર બજેટ રજૂ કરવામાં આવી રહ્યુ છે. પાણીપુરવઠા માટે 6 હજાર કરોડની જોગવાઇ કરાઇ.

Gujarat Budget 2023 Live Updates:11:27

  • વ્યાજબી ભાવ વિતરણની દુકાનોમાં પણ જાડાધનનો સમાવેશ
  • 85 લાખ કુટુંબોને સ્વાસ્થ્યની સુવિધાઓ અપાય છે
  • સ્વાસ્થ્ય વીમાની મર્યાદા 5 લાખથી વધારી 10 લાખ
  • ગુજરાતે દેશના ગ્રોથ એન્જિનનું બિરૂદ મેળવ્યું
  • શાળાઓમાં 50 હજાર નવા વર્ગખંડો ઉમેરાશે
  • સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઇ
  • શ્રમ અને કૌશલ્ય વિભાગ માટે 2538 કરોડની જોગવાઇ
  • શિક્ષણ માટે 43,651 કરોડની જોગવાઇ

Gujarat Budget 2023 Live Updates:11:25

મહિલા અને બાળ વિકાસ માટે 6 હજાર 64 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગરીબ અને જરુરિયાતમંદ લોકોને રાહતદારે અનાજની સાથે વિશેષ પ્રોટીન અને વિટામીનયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થા કરવામાં આવી છે.

Gujarat Budget 2023 Live Updates:11:20

ગુજરાતનું અત્યાર સુધીના સૌથી મોટા બજેટમાં નાણામંત્રીએ જણાવ્યુ કે, રમત ગમત માટે 568 કરોડનું બજેટ.

Gujarat Budget 2023 Live Updates:11:19

ગરીબ અને જરૂરિયાત મંદ વર્ગના લોકોને રાહતની સાથે વિશે પ્રોટીન અને વિટામીન યુક્ત પોષકાર ઉપલબ્ધ કરાવવામાં સામે વ્યવસ્થા કરેલ છે દરેકના લાભાર્થીઓને ખાસ કરીને સગર્ભા અને જાતિ માતા બાળકો કિશોરીઓ અને વિદ્યાર્થીઓને આરોગ્યની નિયમિત વિકાસથી કરવામાં આવે છે તે વ્યવસ્થાને વધારે કરવામાં આવશે

Gujarat Budget 2023 Live Updates:11:16

વિધવા સહાય, વૃદ્ધ પેશન્સમાં વધારો કર્યો હતો. પ્રવાસન થકી રોજગારી સર્જન કરવાનું સરકારનું લક્ષ્યાંક છે. અધ્યક્ષ શ્રી, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને બાકી રહેલા તમામ પ્રોજેક્ટને આવાસ ખાતેની સહાય આપવાનો ધ્યેય છે. શ્રમિકોને 5 રૂપિયામાં વજન આપતી નવા 150 કેન્દ્ર શરૂ કરવામાં આવશે. સામાજિક સુરક્ષાની આવી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળી રહેશે.

Gujarat Budget 2023 Live Updates:11:15

  • બે દાયકામાં ગુજરાતના વિકાસનો મજબૂત નાંખ્યો
  • વિકાસની આર્થિક દિશા નિર્ધારિત કરતું આ બજેટ
  • અમારી સરકારની 5 વર્ષનું વિઝન આ બજેટમાં
  • 2 લાખ કરોડનો ખર્ચ થશે ગરીબોની સામાજિક સુરક્ષા માટે
  • વિકાસ યાત્રાના 5 સ્તંભ પર સરકાર આગળ વધી રહી
  • 2023-24માં 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ

Gujarat Budget 2023 Live Updates:11:13

નાણાં પ્રધાન કનુ દેસાઇએ વર્ષ 2023-24નું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં જણાવવામાં આવ્યુ કે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારાશે. કનુ દેસાઇએ જણાવ્યુ કે સરકારે મૂડી ખર્ચ વધારીને 72 હજાર 509 કરોડ રુપિયાની જોગવાઇ કરી છે.

Gujarat Budget 2023 Live Updates:11:12

  • પ્રાચીનકાળની વિશ્વગુરૂની ઓળખ પ્રાપ્ત કરી રહ્યા છીએ
  • ગુજરાતે દેશના કુલ GDPમાં 8.36%નો ફાળો
  • ગુજરાતનો આર્થિક વિકાસદર 12.36%

Gujarat Budget 2023 Live Updates:11:10

નાણા પ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવાની શરુઆત સાથે તેમણે જણાવ્યુ કે સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા સરકાર કટીબદ્ધ છે. ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનું બીરુદ મેળવ્યુ છે.

Gujarat Budget 2023 Live Updates:11:08

નાણાપ્રધાન કનુ દેસાઈ રજૂ કરી રહ્યા છે બજેટ 2023.

Gujarat Budget 2023 Live Updates:10:39

બજેટ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, આ બજેટમાં આદિવાસી ખેડૂતોને યોગ્ય વીજળી, પાણી, યુવાનોને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ તેવી માંગણી છે. આદિવાસી વિસ્તારમાં શાળાના ઓરડાઓ નથી, નાણામંત્રી પણ આદિવાસી વિસ્તારમાંથી આવે છે, તેથી આદિવાસી સમાજને નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

Gujarat Budget 2023 Live Updates:10:28

ગયા વર્ષથી વારલી પેઈન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતાં વારલી પેઈન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરતથી ગુંથવામાં આવ્યું.

Gujarat Budget 2023 Live Updates:10:15

નાણાં પ્રધાન કનુ દેસાઇ તિલક કરીને શુભ બજેટ માટે ઘરેથી રવાના થયા હતા. નાણાપ્રધાન કનુ દેસાઇએ ટ્વીટ કરીને તેનો વીડિયો પણ જાહેર કર્યો છે.

Gujarat Budget 2023 Live Updates:10:01

બજેટ રજુ કરતા પહેલા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિકાસનું વિઝન ફળીભૂત થાય તેવું ગુજરાતનું બજેટ છે.

Gujarat Budget 2023 Live Updates:9:58

  • નાણામંત્રી કનુભાઈ દેસાઈની પ્રતિક્રિયા
  • 5 વર્ષના વિઝન વાળું બજેટ છે
  • યુવા ધનને આગળ વધારનારું બજેટ
  • લાંબા ગાળામાં આયોજન વાળું બજેટ છે

Gujarat Budget 2023 Live Updates: 9:59

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ બજેટ લઈને વિધાનસભા પહોંચ્યા. બજેટ અંગે CM ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે બજેટ આત્મનિર્ભર ભારતનું હશે. લોકોનું હિતકારી અને લોક ઉપયોગી બજેટ હશે.અમૃતકાળનું બજેટ હશે.

Gujarat Budget 2023 Live Updates: 9:56

નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ લઈને વિધાનસભા પહોંચ્યા.

અગાઉ વર્ષ 2021-22નું બજેટ કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગુરુવારે પેપર લીક મામલામાં નવા કાયદાને પસાર કરવામાં આવ્યો હતો. સર્વાનુમતે પેપરલીકમાં દોષિતને દસ વર્ષની સજા અને 1 કરોડ સુધીનો દંડ ઉપરાંત પરીક્ષાર્થી જો પેપર ફોડવામાં સંડોવાયેલા હોય તો તેમને પણ 3 વર્ષની સજા અને દોઢ લાખ સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાતના હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે, વિપક્ષોથી લઈને તમામના મળેલા અભિપ્રાયોને આધારે સરકારે તાત્કાલીક આ અંગે કાયદો લાવી છે. તમામના સર્વાનુમતે આ વિધેયકને પસાર કરવામાં આવ્યું છે. આ કાયદામાં કોઈ છટકબારી રાખવામાં આવી નથી. આ તરફ આપ નેતા યુવરાજસિંહે આ કાયદાની સરાહના કરી હતી અને કહ્યું હતું કે કાયદો કાગળ પર ન રહી જાય તે જરૂરી છે. સાથે જ આ કાયદો વહેલા લાવવાની જરૂર હોવાનું પણ યુવરાજસિંહે કહ્યું હતું.

આ પણ વાંચો:જંગી જીત બાદ આજે ભૂપેન્દ્ર સરકારનું પ્રથમ બજેટ, જાણો કોણ છે નાણામંત્રી કનુ દેસાઈ

આ પણ વાંચો:વડોદરામાં કાર-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

આ પણ વાંચો:ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ‘વિપક્ષના નેતા’ વગર રજૂ થશે બજેટ, કોંગ્રેસ પાસે 10% ધારાસભ્ય પણ નથી

આ પણ વાંચો:માસૂમ બાળકી જોડે દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સુરત કોર્ટનો વધુ એક મહત્વનો ચુકાદો