Not Set/ સુરતમાં નિદ્રાધીન પરિવાર પર મકાનનો સ્લેબ ધડાકાભેર પડ્યો, બે બાળકોનાં કરુણ મોત

કોરોનાના કપરા સમયમાં સુરતમાં ગુરુવારે મોડી રાત્રે દુર્ઘટના ઘટી હતી. સુરતના ઉધના વિસ્તારમાં એક જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો.

Top Stories Gujarat Surat
A 289 સુરતમાં નિદ્રાધીન પરિવાર પર મકાનનો સ્લેબ ધડાકાભેર પડ્યો, બે બાળકોનાં કરુણ મોત

કોરોનાના કપરા સમયમાં સુરતમાં ગુરુવારે મોડી રાત્રે દુર્ઘટના ઘટી હતી. સુરતના ઉધના વિસ્તારમાં એક જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં દટાઈ જતાં બે બાળકોના મોત નીપજ્યા હતા. જોકે, તેમનાં માતાપિતાનો ચમત્કારિક બચાવો થયો છે. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ ત્યાં દોડી જઈ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. બંને બાળકોને કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાતાં ત્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.

સુરતમાં ગતરોજ રાત ગોજારી સાબિત થઇ છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ અંબર નગર ખાતે એક એવી ઘટના સામે આવી જેને લઈને સમગ્ર વિસ્તારનાં લોકો સાથે ફાયર વિભાગ પણ મોડીરાત્રે દોડતું થઇ ગયું હતું. એક મકાનમાં ચાર લોકોનું પરિવાર રહેતું હતું. નરેશભાઈ ગોલીવાડ પોતાની પત્ની શારદા તથા બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આ દરમિયાન મોડી રાત્રે મકાનનો સ્લેબ ધરાશાયી થતા બંને બાળકોના મોત નિપજ્યા, જ્યારે નરેશભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી. ઘટનાને લઈને ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રિના પોણાબાર વાગ્યે બની હતી.

આ પણ વાંચો :વેન્ટિલેટર સપોર્ટ ની જરૂર હોય તેવા દર્દીઓ માટે અમે હોસ્પિટલના ગેટ બંધ કરી રહ્યા છીએ : ડો. સમીર શાહ

સ્લેબ પડવાથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં બાળકો.

નરેશભાઈ ગોલીવાડ તેમના પત્ની શારદા તથા કોલ મળતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં લોકો બન્ને બાળકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. એટલું જ નહીં, પણ સ્લેબ નિદ્રાધીન બાળકો પર પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :કોરોનાના લીધે માધવપુરનો રાષ્ટ્રીય મેળો રદ

 નિંદ્રાધીન પરિવાર જ્યારે ભરઉંઘમાં પોઢી રહ્યો હતો ત્યારે અચાનક તેમની માથે મોત ખાબક્યું હતું. જોકે, આ સમયે સૌથી મોટો સવાલ એ સામે આવ્યો છે કે શું આ મકાન જર્જરિત હતું કે નહીં અને જો હતું તો તેને પાલિકાની કોઈ નોટિસ મળી હતી કે કેમ. જોકે, આ બધા જ સવાલો માનવ જિંદગી સામે નિર્થક છે.

આ પણ વાંચો : આ આરોગ્ય કર્મીઓને કોરોના સંક્રમણ નહિ પરંતુ આર્થિક સંક્રમણ ડરાવી રહ્યું છે…

 આ ઘટનામાં એક હસતો રમતો પરિવાર વિખાઈ ગયો છે. ગઈકાલ રાત સુધી સાથે રહેતો પરિવાર પળવરમાં જ ઉઝડી ગયો છે. આ આઘાતમાં માતાપિતા કેવી રીતે નીકળશે તે કહેવું તો શક્ય નથી પરંતુ હાલ એક અકસ્માતે એક નિર્દોષ પરિવારનો માળો વીખી નાખ્યો છે. ઘટનાના કારણે આસપાસના રહીશોમાં પણ ડરનો માહોલ છે.