Not Set/ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હશે સહિયારી હાઈકોર્ટ, રાજ્યના 164 કાયદાનો અંત

સ્ટેટ જ્યુડિશિયલ એકેડેમીના ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખ માં એક સહિયારી હૈ કોર્ટ હશે. તેમણે કહ્યું હતું કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 108 કેન્દ્રીય કાયદા લાગુ પડશે જ્યારે રાજ્યના 164 કાયદાઓ નિષ્ક્રિય થશે. અને જૂના રાજ્યના 166 કાયદા અમલમાં રહેશે. 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370 ની […]

Top Stories India
jammu જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હશે સહિયારી હાઈકોર્ટ, રાજ્યના 164 કાયદાનો અંત

સ્ટેટ જ્યુડિશિયલ એકેડેમીના ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખ માં એક સહિયારી હૈ કોર્ટ હશે. તેમણે કહ્યું હતું કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 108 કેન્દ્રીય કાયદા લાગુ પડશે જ્યારે રાજ્યના 164 કાયદાઓ નિષ્ક્રિય થશે. અને જૂના રાજ્યના 166 કાયદા અમલમાં રહેશે.

5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370 ની મોટાભાગની જોગવાઈઓ રદ કરી દીધી હતી. સંસદે આ સંદર્ભમાં પ્રસ્તાવને મંજૂરી આપી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનું બિલ પણ પસાર કર્યું.

રાજીવ ગુપ્તાએ જમ્મુ-કાશ્મીર કાયદા અને ન્યાયાધીશો માટે એસજેએ દ્વારા આયોજીત સત્રમાં જમ્મુ-કાશ્મીર કાયદાઓ પરના જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની અસર અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે વિધાનસભાની રચના કરવામાં આવશે, પરંતુ કેન્દ્રશાસિત લદ્દાખમાં વિધાનસભા નહીં થાય. તેમણે કહ્યું કે લદ્દાખ સીધા કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.