Gujarat Budget 2023/ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ‘વિપક્ષના નેતા’ વગર રજૂ થશે બજેટ, કોંગ્રેસ પાસે 10% ધારાસભ્ય પણ નથી

ગુજરાત વિધાનસભાનું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં બજેટ રજૂ કરશે. બજેટ આકર્ષક રહેવાની ધારણા છે.

Gandhinagar Top Stories Gujarat
બજેટ

ગુજરાતમાં આજે ભુપેન્દ્ર પટેલ સરકાર 2.0નું પ્રથમ બજેટ વિપક્ષના નેતા વગર રજૂ કરવામાં આવશે. રાજ્યમાં ગુરુવાર (23 ફેબ્રુઆરી)થી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે ભાજપ સરકારે 2.43 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. જો કે માનવામાં આવી રહ્યું છે કે આ વખતના બજેટમાં 18 થી 20%નો વધારો થઈ શકે છે. જેના કારણે બજેટનું કદ 2.90 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ વિરોધ વિના બજેટ રજૂ કરવામાં આવશે. વાસ્તવમાં, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર કોંગ્રેસને વિપક્ષનું પદ આપશે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એક પત્રમાં કોંગ્રેસને જવાબ આપતા કહ્યું છે કે કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી ઓછી છે. વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો છે. આમ કોંગ્રેસ પાસે આ વખતે 10 ટકાથી ઓછા ધારાસભ્યો છે, જેના કારણે તેમને વિપક્ષનું પદ આપી શકાય તેમ નથી.

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા કહે છે કે ગુજરાત વિધાનસભામાં આવો કોઈ નિયમ નથી. શાસક પક્ષ પછી જે પક્ષના ધારાસભ્યો સૌથી વધુ હોય તેને વિપક્ષનું પદ આપવામાં આવે છે. આ સાથે જ આ વખતે રાજ્ય સરકાર વિધાનસભામાં 10 અલગ-અલગ બિલ પણ રજૂ કરવા જઈ રહી છે, જેમાં આજે સરકાર સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીક થવાના મુદ્દે બિલ લાવશે. આ બિલમાં પેપર લીકને લઈને કડક કાયદો બનાવવામાં આવશે. પેપર લીકમાં પકડાયેલા આરોપીઓને 3 થી 10 વર્ષની સજા અને 1 કરોડ સુધીનો દંડ થશે.

આ પણ વાંચો:મુન્દ્રામાં જોવા મળી અનોખી ખગોળીય ઘટના, ગુરુ-ચંદ્ર અને શુક્ર એક લાઈનમાં જોવા મળ્યા

આ પણ વાંચો:માસૂમ બાળકી જોડે દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સુરત કોર્ટનો વધુ એક મહત્વનો ચુકાદો

આ પણ વાંચો:પેપર લીક બિલ છટકબારીવાળું બિલ, અનેક દિગ્ગજ નેતાઓએ આપી નોંધપાત્ર પ્રતિક્રિયા

આ પણ વાંચો:સુરતમાં લકઝરી બસ હવે આ સમયે પ્રવેશી શકશે, ટ્રાફિક JCP સાથે બેઠક કર્યા બાદ સમસ્યાનું સમાધાન