નિરાકરણ/ સુરતમાં લકઝરી બસ હવે આ સમયે પ્રવેશી શકશે, ટ્રાફિક JCP સાથે બેઠક કર્યા બાદ સમસ્યાનું સમાધાન

સુરતમાં લકઝરી બસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બે દિવસ બાદ સંચાલકો અંતે ઝૂક્યા છે

Top Stories Gujarat
Luxury Bus in Surat
  • સુરતઃ લકઝરી બસ શહેરમાં ન પ્રવેશવાનો મામલો
  • બે દિવસ બાદ લક્ઝરી સંચાલકો ઝૂક્યા
  • રાત્રે 10 થી સવારે 7 સુધી ખાનગી બસ પ્રવેશી શકશે
  • આવતીકાલથી તમામ ખાનગી લકઝરી શહેરમાં પ્રવેશ કરશે
  • ટ્રાફિક JCP ડી એચ પરમાર સાથે બસ સંચાલકોએ કરી મીટીંગ
  • મીટીંગ બાદ બસ સંચાલકોએ લીધો નિર્ણય
  • સુરત પો. કમિશનર જાહેરનામા પ્રમાણે શહેરમાં બસો આવશે
  • લક્ઝરી એસો. પોતાની માંગો પોલીસને લેખિતમાં આપશે

Luxury Bus in Surat:   સુરતમાં લકઝરી બસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બે દિવસ બાદ સંચાલકો અંતે ઝૂક્યા છે. હવે સુરતમાં રાત્રે 10થી સવારે 7 સુધી જ ખાનગી બસો પ્રવેશી શકે છે.આવતીકાલથી તમામ ખાનગી લકઝરી બસ શહેરમાં પ્રવેશ કરશે. ટ્રાફિક JCP ડી.એચ.પરમાર સાથે બસ સંચાલકોએ બેઠક કર્યા બાદ  આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે Luxury Bus in Surat ટ્રાફિક ડીએસપી સાથે થયેલી બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થઇ હતી , આ અંગે લકઝરીના એસોસિએશેને તમામ પોતાની માંગો પોલીસને લેખિતમાં આપી છે. હવે શહેરમાં ખાનગી બસો સુરત પોલીસ કમિશનરના જાહેરનામાં પ્રમાણે આવશે. જાહેરનામાં પ્રમાણે રાત્રે 10થી સવારના 7 સુધી બસો શહેરમાં પ્રવેશ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે (Luxury Bus in Surat) ખાનગી બસ એસોસિયેશન દ્વારા 21 તારીખથી એક પણ બસ સુરત શહેરમાં પ્રવેશ નહીં કરે તેવો નિર્ણય લીધો હતો. જે નિર્ણયથી બસ ઓપરેટરો સહમત થયા હતા. લોકોને એક જ બાબતની ચિંતા હતી કે, સુરતમાં લક્ઝરી બસ આવશે નહીં તો મુસાફરોનું શું થશે. આ નિર્ણયને લઈ હવે આ મામલે નિરાકરણ થઇ ગયો છે.સુરત શહેરમાં પોલીસ કમિશરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7થી રાત્રીના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 વાગ્યા તથા સાંજે 5થી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે

રખડતા ઢોર/ અમદાવાદમાં રખડતા ઢોરે લીધો વધુ એક જીવ, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુનો