Ahmedabad Stray Cattle: ગુજરાતમાં હજુ પણ રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એક ઘટના બની જેમાં AMCની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. હાટકેશ્વરમાં રહેતા વૃદ્ધ મહિલા ચાર રસ્તાથી પગપાળા પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે જોગેશ્વરી માર્ગ પર લવ કુશ બંગલાની સામેના રોડ પર એક ગાય દોડીને વૃદ્ધને ટક્કર મારી હતી. વૃદ્ધાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, આ ઘટના બનતા લોકોએ ભેગા મળી 108 વાનને બોલાવી વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ મોકલી આપી હતી. સારવાર દરમિયાન ડૉક્ટરે જણાવ્યું કે વૃદ્ધાને માથામાં ઈજા થઈ હતી અને લોહી વહી રહ્યું હતું. જેના કારણે તે કોમામાં ગયા હતા. તે બેભાન હતા અને બોલી શકતા ન હતા. વૃધ્ધની સારવાર ચાલી રહી હતી અને સગા સંબંધીઓએ તપાસ કરતાં આ શિંગડાવાળી ગાય જોગેશ્વરી રોડ આદર્શનગરમાં રહેતા હરજીભાઇ રબારીની હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વૃધ્ધાના પરિજનોએ પોલીસને લેખિત અરજી આપી હતી. આ દરમિયાન 21મીના રોજ ફરજ પરના તબીબે વૃધ્ધાનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરતા હવે અમરાઇ વાડી પોલીસે ગાયના માલિક હરજીભાઇ રબારી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ મામલે ફરિયાદી ભોગીલાલ ભાઈએ અમરાઈવાડી પોલીસને આ મામલે અરજી આપી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે મારી ભાભીના મૃત્યુ બાદ પોલીસ એક્શનમાં આવી હતી. સરકાર જે પશુ નિયંત્રણની વાત કરી રહી છે તે બિલકુલ યોગ્ય નથી તે બાબતે અમે હાઈકોર્ટમાં પણ જઈશું. મળતી માહિતી મુજબ અમરાઈવાડી જોગેશ્વરી રોડ વઢિયારી નગરમાં ગાંડાભાઈ કરમણભાઈ વાઘેલાનો પરિવાર રહે છે અને આ ગાંડાભાઈનું વર્ષ 2018માં અવસાન થયું હતું. તેમના પત્ની રેવીબેન ગાંડાભાઈ વાઘેલા (72 વર્ષ) તેમના પુત્ર અને પરિવાર સાથે રહેતા હતા.
આ પણ વાંચો: Health Tips/સૂતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય? થોડી જ રાતોમાં બની જશો આ 3 બીમારીઓનો શિકાર
